કોરોના બેકાબૂ:તાપીમાં કોરોનાના 6 દર્દી નોંધાયા, કુલ આંક 285

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટ વધારી દેવાયા

તાપી જિલ્લાના માં ગુરુવારે કોરોના સંક્રમિત ના 06 કેસ નોંધ્યા હતા. તાપી જિલ્લાના નગરો બાદ ગ્રામ્ય વિસ્તાર માં કોરોના વધી રહ્યો છે.તાપી જિલ્લાના કુલ કોરોના સંક્રમિત ની સંખ્યાં 285 પર પહોંચી હતી. તાપી જિલ્લાના રોજે રોજે કોરોનાના દર્દીઓ નોંધાય રહેતા જિલ્લા આરોગ્ય વિભાગ કોરોના ટેસ્ટ પણ વધારી દીધા હતા. ગુરુવારે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 3, સોનગઢ 1, વ્યારા 1 , નિઝર 1 નોંધાયા હતા.

જિલ્લામાં સંક્રમિત દર્દીઓની યાદી
- 17 વર્ષિય મહિલા વલ્લભ નગર પાસે બાજીપુરા, વાલોડ
- 40 વર્ષિય પુરુષ - વલ્લભ નગર પાસે બાજીપુરા, વાલોડ
- 24 વર્ષિય મહિલા – પાથરડા બજાર- ઉકાઇ,તા.સોનગઢ
- 45 વર્ષિય મહિલા - ચોરા ફળિયુ રોડ-ગોલણ,તા. વાલોડ
- 54 વર્ષિય પુરુષ – ફ્લાવર સીટી-વ્યારા
- 17 વર્ષિય પુરુષ – નિઝર

અન્ય સમાચારો પણ છે...