તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:બુહારી ગામમાં શ્રીમદ ભગવદ ગીતા જયંતિ નિમિત્તે 501 ભાગવદ ગીતાનું વિતરણ કરાયું

વ્યારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાં 25 ડિસેમ્બર 2020 મોક્ષદા એકાદશીના દિવસે બુહારી સ્માર્ટ વિલેજનું વાતાવરણ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેના વિતરણ અને હરે કૃષ્ણ કીર્તનથી ભક્તિમય થયું હતુ. ઇસ્કોન બરોડાથી 15 ભક્તો દ્વારા વિશેષ આયોજન કરાયું હતું. જેમાં બુહારી તથા આજુબાજુ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બુહારી ગામમાં ડો. દામોદર ચૈતન્ય દાસ, માધવ દાસ, લલિત ગોવિંદ દાસએ ભગવદ્ ગીતા પર સંદેશ આપ્યો હતો. બુહારીના જ વતની તથા ISKCON મંદિર વડોદરાનાં સેવક કેશવ શ્યામસુંદર દાસનું અભિયાન છે : ઘર ઘર ગીતા - હર ઘર ગીતા જેને બહોળા પ્રમાણમાં આવકાર આપ્યો હતો અને 501 ગીતાનું બુહારીનાં ગામજનોમાં વિતરણ કર્યું હતું. શ્રીમદ્ ભાગવત ગીતાના વિતરણ પ્રસંગે બુહારી રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ ઉદયભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, સત્યજીત દેસાઈ તાપી જિલ્લાના સદસ્ય, દિગેન્દ્રભાઈ પટેલ, હિતેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો