તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:તાપીમાં કોરોનાના અપડાઉન વચ્ચે વધુ 50 કેસ, 61 રિકવર

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કુલ સંક્રમિત દર્દીઓની સખ્યાં 3183 પર પહોંચી

તાપી જિલ્લામાં કોરોના કહેર યથાવત રહેતા બુધવારે જિલ્લામાં 04 મોત સાથે નવા 50 કેસ નોંધાયા હતા. બીજી તરફ કોરોનાની સારવાર લઈને જિલ્લામાંથી 61 વ્યક્તિઓને રજા આપવામાં આવી હતી. હાલ કોરોના કેસ ઘટી જતાં હોસ્પિટલમાં પણ જગ્યાઓ મળી રહેતા કોરોના સામે લડી રહેલા દર્દીઓમાં રાહત થવા પામી હતી.

તાપી જિલ્લામાં ચાર તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા. બુધવારે 70 વર્ષીય મહિલા રિજન્સી હોમ વ્યારા, 18 વર્ષીય યુવક દાદરી ફળિયું પીઠદરા, 70 વર્ષીય પુરુષ આશ્રમ ફળિયુ અંધાત્રી વાલોડ અને 06 વર્ષીય બાળક મેઢ, સોનગઢ સહિત જિલ્લામાં આજે 50 કોરોનાના નવા કેસ નોંધાયા છે.

વ્યારામાં 14, વાલોડમાં 21 ડોલવણમાં 10 અને સોનગઢમાં 06 કોરોના સંક્રમિત કેસ નોંધાયા હતા, જ્યારે ઉચ્છલ-નિઝર અને કુકરમુંડામાં કોરોનાએ રાહત કરી હતી. બુધવારે રાહતના સમાચાર એ હતા કે તાપી જિલ્લામાં 61 વ્યક્તિઓ સારવાર બાદ રજા આપી દેવાઈ હતી. તાપી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 3183 પર પહોંચ્યા હતા. તાપી જિલ્લામાં હાલ 720 જેટલા એક્ટિવ કેસો છે. હાલ તાપી જિલ્લામાં કોરોના ના કેસ ઓછા બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

વધુ 4 લોકો કોરોના સામે જંગ હારી ગયા
બુધવારે વ્યારના લોટરવાની 53 વર્ષિય મહિલા, વ્યારા રાજનગરના 43 વર્ષિય પુરુષ, વાલોડ તાલુકાના નાલોઠા ગામની 53 વર્ષિય મહિલા અને વાલોડ તાલુકાના દેગામા રામની 60 વર્ષિય મહિલા મળી વધુ 4 દર્દી કોરોના સામે જિંદગીની જંગ હારી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...