કોરોના બેકાબૂ:વ્યારામાં 5 અને વાલોડના 4 મળી તાપી જિલ્લામાં નવા 9 કેસ નોંધાયા

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના સાત તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા ખાતે શનિવારે પાંચ દર્દીઓ લઈ જતાં જિલ્લામાં કુલ નવ પૂર્ણ સંગ્રહિત દર્દીઓ નોંધાયા છે તાપી જિલ્લામાં કુલ આંક ૫૬૩ દર્દીઓ પર પહોંચી ગયો છે.

છેલ્લા એક સપ્તાહથી તાપી જિલ્લાના વ્યારા વાલોડ સોનગઢ ઉચ્છલ નિઝર કુકરમુંડા વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ જતા મુશ્કેલી માં મુકાઇ જવા પામ્યા છેતાપી જીલ્લામાં વધુ 9 વ્યક્તિઓ કોરોના ની ચપેટમાં આવ્યા છે. આ સાથે જીલ્લામાં કેસની કુલ સંખ્યા 563 પર પહોચી છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 13 દર્દીઓ સાજા થયા અત્યાર સુધી કુલ 485 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 55 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે. શનિવારના રોજ વ્યારા તાલુકામાં 5 કેસ અને વાલોડમાં 4 કેસ મળી કુલ 9 કેસ નોંધાયા છે. દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓન ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...