તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vyara
 • 4744 Employees Will Be On Duty For Elections In Tapi District, Updating Information About Duty In Elections In Google Drive

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:તાપી જિલ્લામાં ચૂંટણી માટે 4744 કર્મચારી ફરજ બજાવશે, ચૂંટણીમાં ફરજ અંગેની માહિતી ગુગલ ડ્રાઈવમાં અપડેટ કરવી

વ્યારા19 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાઈ રહી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં ચૂંટણી સ્ટાફ ના વ્યવસ્થાપન અંગે વિગતો આપતા નોડલ અધિકારી પી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં સાત તાલુકાઓ અને વ્યારા નગરપાલિકા ની ચૂંટણીમાં પ્રિસાઈડીગ ઓફિસર,આસીસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર,પટાવાળા મળીને કુલ 4744 ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવશે તથા નિયમાનુસાર સ્ટાફ અનામત રાખવામાં આવશે. સ્થાનિક ચૂંટણીઓ પારદર્શક રીતે ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ આયોજન સાથે કટીબધ્ધ છે.

જિલ્લામાં ચૂંટણી માટે જરૂરી એવા તમામ પ્રકારની અધિકારી અને કર્મચારીઓની જરૂરીયાત નક્કી કરી, કર્મચારી કેટલા ઉપલબ્ધ છે. તેની વિગતો તાલુકા કક્ષાએથી નોડલ ઓફિસર દ્વારા મેળવવામાં આવી રહી છે. ડીજીટલ ટેકનોલોજી ના માધ્યમથી ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓની વિગતો અધ્યતન કરવામાં આવી રહી છે.

ચૂંટણીમાં ફરજ અંગેની માહિતી ગુગલ ડ્રાઈવમાં તાલુકા પાસે માહિતી અપડેટ કરવી તથા ગુગલ સીટ ડાઉનલોડ કરી મેળવેલી વિગતોનું વિશ્લેષણ કરવું. જરૂરીયાત મુજબ સમયસર ચૂંટણીના જુદા-જુદા કામો માટે આ અધિકારી, કર્મચારીઓને તેમની હાજરી, નિમણૂંક આપવી, ગે૨હાજરી રજાઓ વિગેરેની વિગતો રાખવી અને તેઓની વિભાગો સાથે સંપર્કમાં રહેવા જણાવાયું છે અને અધિકારી અમે કર્મચારીઓને લગતી તમામ બાબતો અંગેની કામગીરી શિસ્તબધ્ધ ચાલે તેવા પ્રયાસો હાથ ધરવામાં રહેશે. ચૂંટણીમાં નિમાયેલા નોડલ ઓફિસર પી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે રાજય ચૂંટણી આયોગ તરફથી બહાર પાડવામાં આવતા જાહેરનામાં, ઠરાવ પરિપત્રોમાં આપેલ સુચનાનુ પાલન કરીને વખતો વખતની ચૂંટણીલક્ષી કામગીરી સૌએ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો