તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસમાં વેઠ:વ્યારામાં 2 દિવસ પૂર્વે જ ઉદ્ધઘાટન કરાયેલા 42 લાખના બગીચાનો ગેટ ભોંયભેગો થયો

વ્યારા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
2 દિવસમાં જ વોર્ડ નંબર 1 બનેલા બાગનો તૂટી ગયેલો ગેટ. - Divya Bhaskar
2 દિવસમાં જ વોર્ડ નંબર 1 બનેલા બાગનો તૂટી ગયેલો ગેટ.
  • લાખના ખર્ચ બનેલા બાગના કામમાં વેઠ ઉતારાઇ હોવાનો વિપક્ષનો આક્ષેપ

વ્યારા નગરપાલિકા માં વોર્ડ નંબર એકમાં બનાવેલા બાગમાં મુખ્ય દરવાજો બે દિવસ માં તૂટી જતા જેને લઇને વિપક્ષ દ્વારા વ્યારા નગરપાલિકામાં અટલબિહારી ઉદ્યાનમાં કામગીરીમાં વેઠ ઉતારી હોવાની આક્ષેપ સાથે તાત્કાલિક કસૂરવારો સામે પગલાં ભરવાની માંગ કરતી હતી.

વ્યારા નગર પાલિકા ના વિરોધ પક્ષ ના સભ્ય દિલીપભાઈ જાદવ અને અન્ય સભ્યો દ્વારા પાલિકા માં રજુઆત કરતા જણાવ્યું હતું કે વ્યારા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ લોકોપયોગી કાર્યો ચાલી જેના લોકર્પણ થઇ રહ્યા છે.પરંતુ આ તમામ કાર્યોમાં યોગ્ય અને સારી કવોલીટીનું મટીરીયલ વાપરવામાં નથી આવી રહ્યું અને ખુબજ ઉતાવળ કરીને કામો થઇ રહ્યા છજેથી આવા કામો તકલાદી છે.હાલમાંજ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમા સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ થયા છે.

તેમાં વોર્ડ નંબર 1 ના સિંગી વિસ્તારમાં અટલવિહાર ઉદ્યાનનું લોકાર્પણ થયુ હતું . જેના 2 દિવસ પછી જ આ બાગનો મુખ્ય ગેટ ટુટી ગયો હતો અને ત્યાં સ્થળ પર જોતા હલકી ક્વોલીટીનું મટીરિયલ વાપરીને કામગીરી કરવામાં આવી હોય એવું લાગી રહ્યુ છે .લગભગ 42 લાખ જેટલી માતબાર રકમ ખર્ચવા છતાં પણ આવી ક્વોલીટીનું કામ ચલાવી લેવામાં આવે છે. જેથી આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર એજન્સી સામે તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી છે .

અન્ય સમાચારો પણ છે...