તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નંદુરબારમાં ‘કોરોના એક્સપ્રેસ’નું સ્ટોપેજ:રેલવે સ્ટેશને આવેલી ટ્રેનના 31 કોચમાં 400 દર્દી સારવાર લેશે; ઓક્સિજન, કુલર અને પાણી વ્યવસ્થા કરવામાં આવી

નંદુરબારએક મહિનો પહેલાલેખક: નિલેશ પાટીલ
  • કૉપી લિંક
નંદુરબાર સ્ટેશને આવેલી ‘કોરોના એક્સપ્રેસ’ તાપીના ઉચ્છલ અને નિઝર તાલુકાના દર્દીઓ માટે ઉપયોગી બનશે. - Divya Bhaskar
નંદુરબાર સ્ટેશને આવેલી ‘કોરોના એક્સપ્રેસ’ તાપીના ઉચ્છલ અને નિઝર તાલુકાના દર્દીઓ માટે ઉપયોગી બનશે.

મહારાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા નંદુરબાર રેલવે સ્ટેશન પર કોરોના એક્સપ્રેસ ટ્રેનનું આવી પહોંચી છે. ટ્રેનના 31 કોચમાં 400થી વધુ કોરોનાગ્રસ્ત દર્દી અને એક બોગીમાં ટોટલ 16-20 પેશન્ટ માટે સ્વચ્છતાગૃહ, ઓક્સિજન, કુલર, પાણી વ્યવસ્થા કરાઇ છે. સાંસદ ડૉ. હિના ગાવિતે રેલવે વિભાગના અધિકારીઓ સાથે વાત કરતાં કોરોના એક્સપ્રેસ નંદુરબાર રેલ્વે સ્ટેશને આવી છે. આ વિશેષ ટ્રેન માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર, નર્સ, આરોગ્ય કર્મચારીઓની નિયુક્તિ કરાઇ છે.

કોચમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી
કોચમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી

પ્લેટફોર્મ નં.3 પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કરાયું ઠંડક માટે કોચની છત ઉપર કંતાન પાથર્યા
નંદુરબાર રેલવે સ્ટેશન ઉપર કોરોના એક્સપ્રેસ આવતા પ્લેટફોર્મ નં 3 પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરાયો છે. બીજી તરફ દર્દીને યોગ્ય સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ પર મંડપ બનાવાયો છે. સાથે સાથે કોચમાં કુલરની સાથે ઉનાળાે હોવાથી કોચની છત પર કંતાન બાંધવામાં આવ્યા છે.

કોચમાં સારવાર માટે ઓક્સિજન સિલિન્ડર પણ રાખવામાં આવ્યાં છે
કોચમાં સારવાર માટે ઓક્સિજન સિલિન્ડર પણ રાખવામાં આવ્યાં છે

એક કોચમાં 16થી 20 દર્દીની સારવાર
કોવીડ એક્સપ્રેસમાં સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના પેશન્ટ ઉપર રેલવેમાં સારવાર કરવામા આવશે. એક કોચમાં કુલ 16-20 પેશન્ટની વ્યવસ્થા કરી છે. સ્વચ્છતાગૃહ, ઓક્સિજન, કુલર, પાણી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્લેટફોર્મ નં 3 પ્રતિબંધિત ઘોષિત
નંદુરબાર રેલવે સ્ટેશન ઉપર કોરોના એક્સપ્રેસ આવતા પ્લેટફોર્મ નં 3 પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરી પ્રવેશ પર પાબંદી મુકાઇ છે.

ગરમીથી બચવા ટ્રેનની છત પર કંતાન બંધાયા
​​​​​​​
કોરોના એક્સપ્રેસમાં દર્દીને યોગ્ય સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ પર મંડપ બનાવવામાં આવ્યો છે. સાથે સાથે કોચમાં કુલરની પણ સગવડ કરાઇ છે. ઉનાળામાં ટ્રેનની છત વધુ ન તપે તે માટે ઉપર કંતાન બાંધવામાં આવ્યા છે. જેથી દર્દીને તાપમાં રાહત મળી રહે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો