ક્રાઇમ:વીરપોર પાસેથી સ્કૂલબેગમાં ભરી લઇ જવાતો 4 કિલો ગાંજો ઝડપાયો

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાલક મોપેડ મુકીને અંધારામાં ફરાર

તાપી જિલ્લાના એલસીબીની ટીમ વ્યારા -સોનગઢ રોડ પર વીરપુર ગામ ની સિમ માં ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ ને જોઈ એક મોપેડ ચાલક મોપેડ મૂકી ભાગી ગયો હતો.એલસીબીએ મોપેડ ની તલાશી લેતા બે સ્કૂલ બેગમાં 12 કિલો ગાંજો કિંમત 1.21 લાખ નો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. આટલી મોટા જથ્થામાં ગાંજો મળી આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

ગતરોજ તાપી જિલ્લા એલસીબીની ટીમમાં ફરજ બજાવતા એએસઆઈ નારણભાઈ, પોકો શશિકાંત તથા પો.કો સુનિલભાઈનાઓ અન્ય વિસ્તારમાં પ્રોહિબિશનની રેડ કરી વ્યારા બાજુ પરત ફરી રહ્યા હતા.વ્યારાના વિરપુર ગામની સીમમાં આવેલ વીરપુર ફાટક પાસે ઉભા હતા એ દરમિયાન એક નંબર વગરની મોપેડ ઉપર એક યુવાન સ્કૂલ બેગ જેવો થેલો ભેરવી પૂરઝડપે પસાર થતો હોય પોલીસે તેનો પીછો કરતાં આ યુવાન મોપેડ મૂકી અંધારાનો લાભ લઈ ઝાડીમાં ભાગી છૂટ્યો હતો. એલસીબી એ ઝાડી વિસ્તાર માં યુવક ની ઠેર ઠેર તપાસ કરવા છતાં કોઈ પતો લાગ્યો ન હતો. એલસીબી ની ટીમે રસ્તા ની બાજુ માં પડેલ મોપેડ ની તલાશી લીધી જેમાં મોપેડ ના આગળ ના ભાગમાં બે સ્કૂલ બેગ માં ગાંજો નો જથ્થો મળી આવ્યો હતો.એલસીબી એ ગાંજો બહાર કાઢી વજન કરતા કુલ 12.104 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો.જેની કિંમત રૂ, 1.21 લાખ તેમજ મોપેડ કિંમત રૂ. 30,000 મળી કુલ 1,51,040 નો મુદામાલ કબજે લીધો હતો. બનાવ અંગે એ એલસીબી એસઆઈ નારાયણભાઈની ફરિયાદ આધારે વ્યારા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...