તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મુંબઈથી પકડાયેલા ગાંજાના આરોપીના 4 દિવસના રિમાન્ડ

વ્યારા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોપેડ પર સ્કૂલ બેગમાં ગાંજાની હેરાફેરી

તાપી જિલ્લાના એલસીબીની ટીમ ગત 16 તારીખે વ્યારા -સોનગઢ રોડ પર વીરપુર ગામની સિમમાં ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને જોઈ મોપેડ ચાલક મોપેડ મૂકી ભાગી ગયો હતો. એલસીબીએ મોપેડની તલાશી લેતા બે સ્કૂલ બેગમાં 12 કિલો ગાંજો કિંમત 1.21 લાખ મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં મુંબઈના એક આરોપીની અટક કરી કોર્ટમાં રજૂ કરતાં ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

16 સપ્ટેમ્બરે તાપી એલસીબી એ.એસ.આઈ નારણભાઈ, પો.કો શશિકાંત તથા પો.કો સુનિલભાઈ અન્ય વિસ્તારમાં પ્રોહિબિશનની રેડ કરી વ્યારા પરત ફરી રહ્યા હતા. વિરપુરની સીમમાં ફાટક પાસે ઉભા હતા દરમિયાન એક નંબર વગરની મોપેડ ઉપર યુવાન સ્કૂલ બેગ જેવો થેલો ભેરવી પૂરઝડપે પસાર થતો હોય પોલીસે તેનો પીછો કરતાં આ યુવક મોપેડ મૂકી ભાગી છૂટ્યો હતો. એલસીબીએ યુવકની તપાસ કરવા છતાં પતો લાગ્યો ન હતો. એલસીબીની ટીમે મોપેડની તલાશી લીધી, જેમાં આગળના ભાગે બે સ્કૂલ બેગમાં ગાંજો મળ્યો હતો. એલસીબીએ ગાંજો બહાર કાઢી વજન કરતા કુલ 12.104 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો, જેની કિંમત 1.21 લાખ તેમજ મોપેડ રૂ. 30,000 મળી કુલ 1,51,040 નો મુદામાલ કબજે લીધો હતો. એલસીબીના એસઆઈ નારાયણભાઈની ફરિયાદ આધારે વ્યારા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.વધુ તપાસ વ્યારા રાકેશ પટેલ હાથ ધરી હતી, જેમાં હેરાફેરીમાં સંકળાયેલા ફરહાન શેખ (27) રહે ગુલશન મંઝિલ થાણે મુંબઈની વ્યારા પોલીસે મુંબઈથી અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...