તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,તાપી માં કરાર આધારિત કર્મચારીઓ ને અનિયમિતતા અને નિષ્કાળજી બદલ તાપી ડીડીઓ દ્વારા 4 કર્મચારીઓ ની સેવા સમાપ્ત કરી દેવતા કર્મચારીઓ માં ફફડાટ ફેલાયો હતો.
તાપી જિલ્લાના ડી.ડી.ઓ ડી.ડી.કાપડિયા દ્વારા જિલ્લામાં સતત ગ્રામ્ય લેવલ ના પ્રવાસો અને ગ્રાઉન્ડ લેવલ ની કામગીરી કરી વિવિધ કર્મચારીઓ ની કામગીરી અને પ્રજા ના પ્રશ્ર્નો સાંભળી રહ્યા છે.અને નિરાકરણ લાવી પ્રજા ની સુવિધા વધારવા માં સતત પ્રયત્નશીલ બન્યા છે. તાપી જિલ્લામાં કડક અધિકારીની છાપ ધરાવતા ડીડીઓ દ્વારા આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,તાપી હેઠળ કરાર આધારીત આઉટસોર્સ કર્મચારીઓની ફરજમાં અનિયમીતા અને નિષ્કાળજીને ધ્યાને લઈ ડો.ડી.ડી.કાપડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત તાપી કરાર આધારીત આઉટસોર્સ સેવા તાત્કાલિક અસર થી સમાપ્ત કરવાનાં હુકમો કરવામાં આવેલ છે
જેમાં મહેશ્વરીબેન આર.ગામીત.સિનિયર કલાર્ક (PMAY),જયોતિબેન ગામીત, APM ડીસ્ટ્રીકટ (મિશન મંગલમ),ધનરાજ બી.પટેલ, એકાઉન્ટ આસીસ્ટન્ટ(મનરેગા),પંકજભાઈ એમ.ચૌધરી,વિસ્તરણ અધિકારી(PMAY)તાપી જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરતા કરાર આધારિત સેવા બજાવતા કર્મચારીઓ ફરજ પ્રત્યે સતર્ક બની ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.