તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કુકરમુંડાના હેડકોન્સ્ટેબલની ગાડીમાંથી 4 બોટલ દારૂ મળી

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ સહિત કુલ રૂ. 1,56,500નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી

તાપી જિલ્લાના કુકરમુંડા આઉટ પોસ્ટ ખાતે ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલની ગાડીમાં દારૂ હોવાની બાતમી આધારે જિલ્લા પોલીસ વડાએ સુચના મળી હતી. એલસીબીએ કોન્સ્ટેબલની ગાડી ચેક કરતા ગાડીમાંથી 4 બોટલ દારૂની મળી આવતા પોલીસે 1500 કિંમતનો દારૂ અને ગાડી મળી અને મોબાઈલ મળી કુલ 1,56,500નો મુદમાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

તાપી જિલ્લાના એસપી સુજાતા મજમુદારે જિલ્લા એલસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઈ ડી.એસ.લાડને સૂચના આપતા જણાવ્યું હતું કે, કુકરમુંડા આઉટ પોસ્ટના હેડકોન્સ્ટેબલ યાદવભાઈ દારૂ પીધેલ હોય. કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા એલસીબીની ટીમ દોડતી થઇ ગઈ હતી.

જે દરમિયાન એલસીબીમાં શાખામાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈનાઓને મળેલ બાતમીના આધારે ગત રાત્રે વ્યારાના ઇન્દુગામની સીમમાં ઓવર બ્રિજની બાજુમાં આવેલી વસંત વાટિકા સોસાયટીમા મકાન નંબર એ/80ની સામે હેડકોન્સ્ટેબલ યાદવ ઉર્ફે કૃષ્ણકુમાર બનવારીલાલ યાદવએ પાર્ક કરેલી લાલ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે/19/એ/9250 મળી આવી હતી. ગાડીની અંદર દારૂની 4 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 1500 તથા એક વિવો કંપનીનો મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા 5,000તથા કારની કિંમત રૂપિયા 1.50 લાખ મળી કુલ રૂપિયા 1,56,500 મુદ્દામાલ જિલ્લા એલસીબીએ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો