લોકડાઉન:વ્યારાથી 348 શ્રમિકને સ્પેશિયલ ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ મોકલાયા, પોલીસની ટીમે ખડે પગે સેવા બજાવી

વ્યારા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનની સ્થિતિ વચ્ચે તાપી જિલ્લામાં આશ્રય મેળવનાર ઉત્તરપ્રદેશના વધુ 348 શ્રમિકોને તેમના વતન રવાના કરાયા હતા. વ્યારાથી લખનૌ, વારાણસી, અને ગોરખપુર જતી સ્પેશિયલ શ્રમિક ટ્રેનમાં આ શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.જિલ્લા કલેકટર  આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાની ટીમો દ્વારા તાપી જિલ્લાના આ 348 શ્રમિકોને મોકલવાની કાર્યવ્યવસ્થા સંભાળવામાં આવી હતી.

આ કાર્યમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.આરોગ્ય ટીમ દ્વારા આ શ્રમિકોનું મેડિકલ સ્ક્રિનિંગ કરી પ્રમાણપત્ર પણ અપાયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા શ્રમિકોને ફૂડ પેકેટ અને પાણીની બોટલ ઉપલબ્ધ કરાવાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથેની સુરક્ષા વ્યવસ્થા માટે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક આર. માવાણી તથા તેમની ટીમે ખડે પગે સેવા બજાવી હતી. 

અન્ય સમાચારો પણ છે...