તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:તાપીમાં નવા 33 કેસ, 4 વ્યક્તિના મોત

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

તાપી જિલ્લા માં મંગળ વારે કોરોનાએ રાહત યથાવત રાખી હતી. જિલ્લામાં 17 વર્ષીય તરુણ રામકુવા વ્યારા, 16 વર્ષીય તરુણ સોનગઢ, 19 વર્ષીય યુવક સોનગઢ નગર તેમજ 72 વર્ષીય પુરુષ વૃંદાવાડી વ્યારા, 70 વર્ષીય મહિલા બાજીપુરા વાલોડ સહિત કુલ 33 કેસ નોંધાયા હતા. બીજી તરફ કોરોનાના અન્ય બીમારીના કારણે 04 વ્યક્તિના મોત નિપજયા હતા.

ગત સપ્તાહે તાપી જિલ્લામાં 500થી ઉપર કેસ નોંધાયા હતા, જેની સામે ચાલુ સપ્તાહમાં કેસ ઘટી રહ્યા છે. મંગળવારે વાલોડ 06, વ્યારા 12, ડોલવણ 08, સોનગઢ 07 કેસ નોંધાયા હતા, જ્યારે ઉચ્છલ, નિઝર, કુકરમુંડામાં કોરોના ના કેસ ન નોંધાયા હતા. જિલ્લામાં કુલ કોરોના કેસ 3133 કેસ નોંધ્યા છે, જે પેકી હાલ 735 છે. આજરોજ કોરોના સહિત અન્ય બીમારીના કારણે કુલ 4 વ્યક્તિના મોત નિપજ્યા છે. કુલ મોતનો આંક 142 પર પહોંચ્યો છે.

તાપીમાં નોંધાયેલા મોત
તાપીમાં કોરોના અને અન્ય બીમારીના કારણે 4 વ્યક્તિઓના મોત નિપજયા છે, જેમાં વ્યારા નગરપાલિકાના પૂર્વ ઈજનેર (38), સોનગઢ નવાગામ બ્રાહ્મણ ફળિયામાં 42 વર્ષીય ગૃહિણી , 42 વર્ષિય પુરુષ –મંદિર ફળિયા-ધમોડી,તા.સોનગઢ, 66 વર્ષિય પુરુષ – તળાવ ફળિયું- મંગળિયા,તા.ડોલવણના મોત નિપજ્યા હતા.

બારડોલી નગર પાલિકાના ડ્રાઈવરને કોરોના ભરખી ગયો
પાલિકાના આરોગ્ય વિભાગમાં ડોર ટુ ડોર ઘન કચરો કલેક્શન કરતા વાહનનો ડ્રાઈવર મનીષભાઈ પટેલનું સુરત સિવિલમાં કોરોનાની સારવાર દરમિયાન મંગળવારે મોત થયું હતું. નગરમાં તલાવડીથી મોટા બજાર વિસ્તારમાં કચરો કલેક્શન કરતો હતો. પરિવારનો સહારો યુવકને કોરોના ભરખી જતા આફત આવી પડી છે.

અન્ય સમાચારો પણ છે...