તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાપી જિલ્લામાં વ્યારા ખાતે વનચેતના કેન્દ્ર , તાડકુવા , સામાજીક વનીકરણ વિભાગ - સુરત , રેન્જ - વ્યારાના સંયુક્ત ઉપક્રમે સબમીશન ઓન એગ્રોફોરેસ્ટ્રી ( SMAF ) યોજના અંતર્ગત “ એગ્રોફોરેસ્ટ્રી ઉપર ખેડૂત જાગૃતતા “ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લાના વિવિધ ગામોના કુલ 300 ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો .
વન વિભાગ વ્યારાના આનંદકુમાર ( IFS ) એ એગ્રોફોરેસ્ટ્રી દ્વારા ખેડૂતોની આર્થિક પરિસ્થિતી સુધારવા માટે કાજુ, આંબા, નીલગીરી, સુબાવણ જેવાં પાકો વિશે જાગૃતતા મેળવી તેનું વાવેતર કરવા જણાવ્યું હતું. અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત મદદનીશ વન સંરક્ષક ,વ્યારાના સચિન ગુપ્તાએ પેઢી દર પેઢી વૃક્ષોનું વાવેતર બાદ લાંબા ગાળે થનારી આવક વિશે જણાવી વૃક્ષોના વાવેતર માટે જણાવ્યું હતું . મુખ્ય મહેમાન નિકુંજ પટેલ , નાયબ બાગાયત નિયામક , તાપીએ બાગાયત વિભાગને લગતાં ફળ ઝાડ જેમકે કાજુ, આંબા, સરગવા, કોકો વગેરેનું વાવેતર તેમજ તેની સબસીડીનો લાભ લેવા આહવાન કર્યુ હતું. આ સાથે આવનારી પેઢી માટે ઝાડ લગાવવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં કેવિકેના વડા ડો. સી.ડી.પંડ્યાએ કાર્યક્રમનો હેતુ સમજાવી ખેડૂતોને એગ્રોફોરેસ્ટ્રી અપનાવવા હાંકલ કરી હતી . ડો. ડી. એમ. પટેલે સબમીશન ઓન એગ્રોફોરેસ્ટ્રી યોજના વિશે માર્ગદર્શન આપ્યું હતું.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.