ઠગ મહિલા સીસીટીવીમાં કેદ:વ્યારામાં જ્વેલર્સની નજર ચૂકવી બુરખાધારી 3 મહિલા 1.50 લાખના દાગીના સેરવી ગઈ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં જ્વેલર્સની દુકાને ગ્રાહકના સ્વાંગમાં આવેલી 3 ઠગ મહિલા. - Divya Bhaskar
વ્યારામાં જ્વેલર્સની દુકાને ગ્રાહકના સ્વાંગમાં આવેલી 3 ઠગ મહિલા.
  • દાગીનાનું એક બોક્સ મહિલા કપડામાં છુપાવતી સીસીટીવીમાં દેખાઇ

વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દેસાઈ માર્કેટમાં આવેલ શ્રી રામ જવેલર્સ નામની દુકાનમાં અજાણી બુરખાધારી 3 મહિલા ગ્રાહકના સ્વાગમાં આવી હતી, અને દુકાનદારની નજર ચૂકવી સોનાની વીંટી ભરેલું બોક્ષ ચોરી કરી પલાયન થઈ ગઈ હતી. મહિલા લોકો ગયા બાદ દુકાન વસ્તુ મુકવા એક બોક્સ ઓછું થઈ જતા 1.50 લાખની વીંટીઓ ચોરી જવેલર્સના માલિકે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે સીસીટીવી માં સમગ્ર ઘટના કેદ થઈ હતી.

વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસે દેસાઇ માર્કેટમાં આવેલ શ્રીરામ જ્વેલર્સમાં ગત સાંજે 7.20 થી 7.29 વાગ્યાનાં અરસામાં ત્રણ બુરખાધારી કપડા પહેરેલ મહિલાઓ આવી સોનીની નજર ચુકવી આશરે 30 ગ્રામનાં વજન વાળુ 12 જોડી વાળુ સોનાની બુટ્ટીનુ બોક્ષ આશરે કિ.રૂ. 1.50 લાખની ચોરી કરી નાશી છુટી હતી. દુકાન બંધ કરતા પહેલા દુકાનમાંના દાગીના બોક્ષ ગણી મુકતા હોય ગણતી વેળાએ 12 બોક્ષ ગણતા બાર જોડી બુટ્ટી વાળુ એક બોક્ષ ઓછુ પડતું હોવાથી સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમાં જોવા મળ્યુ હતુ કે ત્રણ મહિલા મુસ્લીમ બુરખા ધારી કપડા પહેરી આવેલ હતી.

અને બુટ્ટી જોવા માંગતા ત્રણ બુટ્ટીનાં બોક્ષ બતાવ્યા હતા. આ ત્રણ મહિલાઓ પૈકી એક મહિલાએ પુછ્યુ હતુ, કે અહીં બેઠતા હૈ, વો તુમ્હારા ભાઇ હૈ ત્યાર બાદ તે મહિલાએ બે જોડી બુટ્ટી પસંદ કરી સાઇડ ઉપર કરાવી ભાવ કરાવેલ, જે પૈકી એક જોડીનાં રૂ. 10.300 તથા બીજી જોડી બુટ્ટીનાં રૂ. 8.100 જણાવ્યુ હતુ.

ત્યાર બાદ આનાથી મોટી બુટ્ટી બતાવવાનું કહી એક બોક્ષ ઉંચકી ટેબલ ઉપર મુકી તેની ઉપર બેસી જાય છે. એક હજાર રુપિયા આપી બિજા ભાભી કે પાસ સે દુસરે પૈસે લેકે આતે હૈ કહી 1.50 લાખનું 12 જોડી વાળુ સોનાની બુટ્ટીનું બોક્ષ કપડામાં મુકી સાંજે 6:47 વાગ્યે દુકાનમાથી નીકળી ગયેલ હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાય છે. જે અંગે દુકાન માલિક પરેશભાઇ સુધાકરભાઇ સોની (રહે. વ્યારા) એ પોલિસ ફરીયાદ નોંધાવતા પોલિસે સીસીટીવીનાં ફુટેજો મેળવી તે દિશામાં આ મામલે વધુમાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...