તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મત્સય ઉદ્યોગને વેગ:તાપીમાં 3 લાખ ઝીંગા, 3 લાખ મત્સ્ય બીજ છોડાયા

વ્યારા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
રજવાડ અને નાનીચેર ગામે નદીમાં છોડવામાં આવી રહેલા મત્સ્ય બીજ. - Divya Bhaskar
રજવાડ અને નાનીચેર ગામે નદીમાં છોડવામાં આવી રહેલા મત્સ્ય બીજ.
 • સ્થાનિકોને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે અણુમથકનો પ્રયાસ

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, કાકરાપાર આવિદ્યુત મથકની કોર્પોરેટ સોશિયલ રિપોન્સિબિલિટી (સીએરામાર) હેઠળ આશરે 2.15 લાખના ખર્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકાના રાજવાડ અને નાનીચેર (કોલીવાડા) ખાતે સાઇટ ડાયરેકરથી એમ. વૈકટચલમના હસ્તે અને એ. બી. દેશમુખ, સ્ટેશન ડાયરેક્ટર, કેએપીએસ 1 -2 તથા ચેરમેન સી. એસ. આર. નિતિન જે, કેવટ અને સહાયક નિદેશક અને ગામના આગેવાનોની ઉપસ્થિતીમાં 3 લાખ ઝીંગા અને 3 લાખ મત્સ્ય બીજનો તાપી નદીમાં સંગ્રહ કરવામાં આવ્યો. જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ વ્યવસાય સાથે સંકળાયેલ ગ્રામજનોને રોજગારી મળી રહે અને તેમનું જીવનનિર્વાહ સરળ બને.

વ્યારા અને માંડવી વિસ્તારના તાપી નદી કિનારે આવેલા રાજવડ, નાનીચૂર, રતનિયા, તરસાડાબાર, વરજાખણ અને વરેઠ પેટીયા વગેરે ગામોને આવરી લેતી માંડવી તાલુકા મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળી લિ. કાકરાપાર સાથે આશરે 450 જેટલા કુટુંબો સંકળાયેલ છે. આ મંડળી સાથે સંકળાયેલ તમામ સભ્યોની રોજગારીનું મુખ્ય સાધન માછીમારી છે. તાપી નદી પર નિર્ભર માછીમારોને જીવનનિર્વાહ માટે પૂરતા પ્રમાણમાં માછલીઓનો જથ્થો ઉપલબ્ધ ન હતો તેથી તેઓને રોજગારીના અન્ય સ્ત્રોત શોધવા પડતા હતા.

ગ્રામ પંચાયત નાનીર અને આસપાસના ગ્રામજનોની વિનંતીને ધ્યાને લઈ કાકરાપાર આવિદ્યુત મથકની નાણાકીય સહાય અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ, સુરતના સહયોગથી આશરે 3 લાખ ઝીંગા અને 3 લાખ મત્સ્ય બીજ તાપી નદીમાં છોડવામાં આવ્યા છે જે આવનાર 4થી 5 મહિનામાં વૃદ્ધિ પામી સ્થાનિક માછીમારોની આવકમાં વધારો કરશે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો