કોરોના સંક્રમણ:તાપી જિલ્લામાં 3 કોરોના કેસ

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં વધુ 3 લોકો કોરોના સંક્રમિત થયા છે. તાપી જિલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા મુજબ વાલોડ તાલુકાના બાજીપુરામાં રહેતા 42 વર્ષીય પુરૂષ, વ્યારા તાલુકાના પેરવડ ગામના ચર્ચ ફળીયામાં રહેતી 28 વર્ષીય મહિલા અને ડોલવણ તાલુકાના પાટીગામના જવાહર ફળીયામાં રહેતા 70 વર્ષીય પુરૂષ મળી કુલ 3 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 753 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...