કોરોનાવાઈરસ:મહિલા પોલીસ કર્મી સહિત તાપી જિલ્લામાં 3 કેસ

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં શુક્રવારે કોરોના ના 3 કેસ નોંધાયા છે. વાલોડના વેડછી ગામના ત્રીજા માઈલમાં 40 વર્ષીય પુરુષ, ડોલવણના ગડત ગામના વાડફળીયામાં 20 વર્ષીય મહિલા તેમજ વ્યારા પોલીસ સ્ટેશન ની 27 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે સાથે જિલ્લામાં કેસની કુલ સંખ્યા 516 પર પહોચી છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી 407 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે.

અન્ય સમાચારો પણ છે...