તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:293 દિવસ બાદ તાપી જિલ્લો કોરોના મુક્ત, સુરત જિલ્લામાં પણ વળતાં પાણી

વ્યારા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાપીમાં પ્રથમ કેસ 20 એપ્રિલ 2020ના દિવસે નોંધાયો હતો

તાપી જિલ્લામાં શનિવારે એક પણ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો નથી અને જે સારવાર હેઠળના એક માત્ર દર્દીને પણ રજા આપવામાં આવતા તાપી જિલ્લો કુલ 293 દિવસ બાદ કોરોના મુક્ત જિલ્લો બન્યો છે.તાપી જિલ્લામાં ગત 20/04/20ના દિવસે પ્રથમ વખત માયપુર ખાતેથી એક મહિલા કોવિડ-19 ના પોઝિટિવ તરીકે મળી આવી હતી. અને બાદમાં જિલ્લામાં કુલ કેસ 891 સુધી પહોંચ્યા હતા. જે બાદ શનિવારે નવો એક પણ કેસ નોંધાયો ન હતો,

જયારે સારવાર હેઠળના એક માત્ર દર્દી પણ સાજા થતા એમને રજા આપી દેવાઇ હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર જિલ્લામાં આજ દિન સુધી કુલ 891 કોવિડ-19ના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા અને એ પૈકીના 850 જેટલા દર્દીઓ સાજા થઇ ઘરે ગયા હતા અને 41 જેટલા દર્દીઓના મોત નીપજ્યા હતા. શનિવારે કુલ 291 જેટલા સેમ્પલ લેવામાં હતા જે નેગેટિવ આવ્યા છે.

તાપી જિલ્લામાં કોરોના શરૂઆતથી જ કાબુમાં
કોરોના સંક્રમણની શરૂઆત થતાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મોટી સંખ્યામાં કેસ મળી રહ્યા હતા ત્યારે તાપી જિલ્લામાં શરૂઆતના એક મહિનામાં એક પણ કોરોના કેસ નજરે પડયો ન હતો બે મહિના બાદ એક મહિલાને કોરોનાના લક્ષણો નજરે પડતા તાપી જિલ્લા કોરોના સંક્રમિત બન્યો હતો જોકે આઠ લાખની વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં કોરોના એક હજારને પાર થઇ શકયો નથી.

સુરત જિલ્લામાં શનિવારે નવા 4 કેસ
સુરત જિલ્લામાં કોરોના દર્દીઓમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારેદરરોજ જિલ્લામાં કોરોના દર્દીઓ નોંધાયા છેજિલ્લામાં નવા ચાર દર્દીઓ નોંધાવા ની સાથેકુલ કોરોના દર્દીઓની સંખ્યા 13029 થઈ છેજિલ્લામાં વધુ છ દર્દીઓ સાજા થતા કુલ 12638 દર્દીઓએ કોરોના ને માત આપી છેજિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબછેલ્લા 24 કલાકમાં જિલ્લામાં એક પણકોરોના દર્દીનુ મોત થયું નથી.

શનિવારે ચોર્યાસી, ઓલપાડ, કામરેજ અને બારડોલી તાલુકામાં 1-1 કોરોના દર્દી નોંધાયા છે. આમ 2020ના સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં રોજ 100ની આસપાસ નોંધાતા કેસ 2021ના ફેબ્રુઆરીમાં ઘટીને 10ની અંદર નોંધાવા માંડતા સુરત જિલ્લામાં પણ કોરોનાનો અંત નજીક હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો