તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:તાપી જિલ્લા પંચાયતની 26 અને તાલુકા પંચાયતની 124 બેઠકોનું ભવિષ્ય 5,75,861 મતદારોના હાથમાં

વ્યારા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરતથી અલગ બન્યા બાદ તાપી જિલ્લામાં ત્રીજી વખત ચૂંટણી
 • તાપી જિલ્લા પંચાયત બન્યાને 13 વર્ષમાં 1 વખત મહિલા અને બીજી વાર પુરુષે પ્રમુખની સત્તા સાંભળી છે

તાપી જિલ્લામાં ચૂંટણીને લઇને વહીવટીતંત્ર આખરી ઓપ આપવાની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં 26 બેઠકો છે, જ્યારે 7 તાલુકા પંચાયતની 124 બેઠકો છે. આ તમામ બેઠકોનું ભાવિ જિલ્લાના 5,75,861 મતદારો 28મી ફેબ્રુઆરીએ જિલ્લાની સરકાર નક્કી કરશે. તાપી જિલ્લા પંચાયતની આગામી પ્રમુખ તરીકે અનુસૂચિત જનજાતિ જનરલ સામાન્ય ઉમેદવાર પ્રમુખ તરીકે તાજ ધારણ કરશે.

તાપી જિલ્લા પંચાયત કોંગ્રેસનો ગઢ ગણાય છે. છેલ્લા કેટલાય સમયથી આ ગઢમાં ભાજપ ગાબડા પાડવામાં સફળ બન્યું છે. તાપી જિલ્લા પંચાયતનો કબજો પહેલાથી કોંગ્રેસ પાસે છે. હાલ તાપી જિલ્લા પંચાયત પર કબજો મેળવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક મુદત 8 ફેબ્રુઆરીથી શરૂ થવાને કારણે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીથી લઈને તમામ કામગીરી હાથ ધરી છે.

તાપીમાં 07 તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકો આવી છે. જ્યારે તાલુકા પંચાયતની 124 બેઠકો ની ચૂંટણી થશે. ચૂંટણી યોજાયા બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને ચલાવવા માટેની જવાબદારી જેની પાસે હોય છે. તેવા પ્રમુખપદ માટેની ચર્ચા મહત્વની બની છે.

તાલુકા મુજબ બેઠક અને મતાદારો

તાલુકાજિ.પં.તા. પં.પુરુષસ્ત્રીકુલ મતદારો
વ્યારા5205423057384111614
ડોલવણ316358883709472982
વાલોડ316324123425466666
સોનગઢ7247502777151152178
ઉચ્છલ316352853702272307
નિઝર316274462801755463
કુકુરમુંડા216218922275944651
કુલ26124282180293681575861

તાપી જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ માટે જનરલ અનુચુચિત જનજાતિ ઉમેદવારની છે. જ્યારે વ્યારા અને નિઝર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનુસૂચિત જનજાતિ મહિલાની બેઠક છે. ડોલવણ, સોનગઢ, ઉચ્છલ અને વાલોડ તાલુકા પંચાયત માટે અનુસૂચિતજનજાતી પુરુષની બેઠક છે.

2008માં જિ.પં.ની રચના થઇ
વર્ષ 2008માં સુરત જિલ્લાથી અલગ પડીને તાપી જિલ્લા પંચાયતની રચના કરાઇ હતી. જિલ્લા પંચાયતની શરૂઆત 2008થી થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે માવજીભાઈ છાલિયા ભાઈ ચૌધરીએ જવાબદારી નિભાવી હતી .જ્યારે 2015થી અત્યાર સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ગજરાબેન અમરસિંહ ચૌધરીએ જવાબદારી નિભાવી હતી. જિલ્લા પંચાયતમાં 13 વર્ષના શાસનમાં બે વ્યક્તિઓ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચુક્યા છે.

પહેલા 5 તાલુકા હતા બાદમાં 7 થયા
તાપી જિલ્લામાં શરૂઆતમાં 5 તાલુકા હતા, ત્યારબાદ સાત તાલુકાઓ બન્યા હતા. ગત ચૂંટણી 2015માં યોજાઇ હતી જેના પરિણામમાં તાપી જિલ્લાની તાલુકા પંચાયત વ્યારા સોનગઢ ડોલવાણ ઉચ્છલ કુકરમુંડા પર કોંગ્રેસનો કબજો હતો જ્યારે વાલોડ અને નિઝર તાલુકા પંચાયત પર હાલ ભાજપનો કબજો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો