ગુજરાત સરકારની આઉટસોર્સિંગ નીતિથી રાજ્યભરમાં ટીકાઓ થઈ રહી છે તેવા સંજોગોમાં આરોગ્ય કર્મચારીઓના દસ્તાવેજી પુરાવા ન મળે ત્યાં સુધી એજન્સીઓને પાંચ ટકા સર્વિસ ચાર્જ નહીં ચૂકવવા પરિપત્ર કરેલ છે. તેમ છતાં તાપી જિલ્લામાં ત્રણ માસથી પાયાના અને નાના કર્મચારીઓ વર્ગ-4 ના વોર્ડબોય, આયા ,ડ્રાઇવર અને ફિમેલ હેલ્થ વર્કર નો પગાર ત્રણ માસથી ન થતા મુશ્કેલી પડી રહી છે. જેને લઇને આરોગ્ય વિષયક કામગીરીમાં પણ વિક્ષેપ પડી રહ્યો છે.
તાપી જિલ્લાના સાત તાલુકા વ્યારા વાલોડ સોનગઢ ઉચ્છલ નિઝર કુકરમુંડા અને ડોલવણ માં 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે 250 થી વધારે આરોગ્ય વિભાગમાં ગ્રામ્યકક્ષાએ વર્ગ-4 ના કર્મચારીઓ ફરજ બજાવે છે જમ્મુ છેલ્લા ત્રણ માસથી પગાર ન થતાં તેમના કુટુંબનું ગુજરાન ચલાવવાનો ખાવા પડી રહ્યા છે.
આ ઉપરાંત તેમણે નાના બાળકોની જરૂરિયાતના ખર્ચાઓ પહોંચી ન વળતા મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. આરોગ્ય શાખા નિષ્કાળજીના કારણે આઉટસોર્સિંગ કર્મચારીઓ અને મુશ્કેલી પડી રહી છે. આઉટ સોર્ષ ના કર્મચારીઓ ને તાકીદે ત્રણ માસનો પગાર મળે એ ખૂબ જરૂરી છે.આરોગ્ય વિભાગ દ્વારા સમયસર પગાર બીલો બનાવતા નથી.જેના કારણે બિલો આઉટસોર્સિંગ કંપની સુધી પહોંચતા નથી અને તેમનો પગાર અટકી રહે છે. આ અંગે ડીએચઓ ડો. હર્ષદભાઈ પટેલને સંપર્ક કરતા ફોન રિશિવ ન કરતા વધુ વિગત જાણવા મળી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.