રોજગાર મેળો:વ્યારા રોજગાર મેળામાં 245 યુવક-યુવતીએ ભાગ લીધો

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા દ્વારા અને ગ્રો સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વ્યારામાં યોજાયેલા રોજગાર મેળામાં 245થી વધુ યુવાનોએ ભાગ લઇ નોકરી અંગે ઇન્ટરવ્યૂ આપવા સાથે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગો સેન્ટર વ્યારાના સંયુક્ત ઉપક્રમે વ્યારામાં સમયમાં એક રોજગાર મેળાનું આયોજન કરાયું હતું, જેમાં 245 બેરોજગારોએ ભાગ લીધો હતો. રોજગાર મેળામાં અલગ અલગ ક્ષેત્રની પાંચ કંપનીઓના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. મેળામાં લાયકાત મુજબ નોકરી પસંદગીની તક યુવાઓને મળી હતી. આ રોજગાર મેળા દ્વારા 245 બેરોજગાર યુવાનોને નોકરી અપવવા પ્રયાસ સફળ રહ્યો હતો અને ભવિષ્યમાં ટ્રસ્ટ દ્વારા રોજગારી માટેના આયોજનો કરી બેરોજગાર યુવાનોને રોજગારી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આ સંપૂર્ણ રોજગાર મેળો ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યો હતો અને યુવક-યુવતીઓને માર્ગદર્શન પણ ફ્રીમાં આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...