ગુજકેટ -2022:તાપી જિલ્લામાં ગુજકેટની પરીક્ષામાં 2080 વિદ્યાર્થી પૈકી 2031 હાજર રહ્યાં

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

તાપી જિલ્લાના વ્યારા ખાતે 03 કેન્દ્રો પર આજ રોજ ત્રણ સેશનમાં ગુજકેટના કુલ-2080 વિદ્યાર્થીઓ પૈકી 2031 હાજર અને 49 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. સમગ્ર રાજ્યમાં ગુજકેટ -2022 પરીક્ષા યોજાઈ હતી. તાપી જિલ્લામા સવારે 10 થી સાંજે 4 સુધીના ત્રણ સેશનમાં આ પરીક્ષા યોજાઈ હતી. સેશન -1 માં કુલ 1031 વિદ્યાર્થીઓ પૈકી 1007 હાજર રહ્યા હતા અને 24 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

જે પૈકી ગુજરાતી માધ્યમમાં ભૌતિક વિજ્ઞાન-રસાયણ વિજ્ઞાન 776 વિદ્યાર્થીઓ હાજર અને 12 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમા; 231 વિદ્યાર્થીઓ હાજર અને 12 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.સેશન -2 બાયોલોજી ગુજરાતી માધ્યમમાં કુલ 605 વિદ્યાર્થીઓ પૈકી 595 હાજર અને 10 ગેરહાજર જ્યારે અંગ્રેજી માધ્યમમાં 155 હાજર અને 11 ગેરહાજર રહ્યા હતા. સેશન-3માં 278 વિદ્યાર્થીઓ પૈકી ગણિત ગુજરાતી માધ્યમમાં 183 હાજર અને 3 ગેરહાજર જ્યારે અંગ્રેજી માધ્યમમાં 91 હાજર અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...