તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પ્રોહીબીશનના ગુનામાં 2 વર્ષ જૂનો વોન્ટેડ આરોપી પકડાયો

વ્યારા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લા એલસીબીએ ઉચ્છલ અને સોનગઢ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનાના છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીને વ્યારા ખાતેથી ઝડપી પાડ્યો હતો. તાપી એલસીબી પીએસઆઇ ડી.એસ.લાડ અને પોકો લેબજીભાઈ સહિત સ્ટાફ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે વખતે વ્યારા જનરલ હોસ્પિટલ પાસે આવતાં પો.કો , વિનોદભાઇ પ્રતાપભાઇને બાતમી મળેલ કે, ઉચ્છલ તથા સોનગઢ પોલીસ સ્ટેશનના ગુનાનો વોન્ટેડ આરોપી અલ્પેશભાઇ ઉર્ફે નયન ઉર્ફે નયલો રાઠોડ (28) (મુળ રહે . તેન ગામ ગૌચર ફળીયુ) તે વ્યારા મિશન નાકા પાસે ઉભો છે.

બાતમી વાળી જગ્યાએ જતાં બાતમી મુજબનાં ઈસમને ઉભો રાખી તેને ઉચ્છલ તથા સોનગઢ પોલીસના ગુના બાબતે પુછતાં તેણે ગુનાઓની કબૂલાત કરેલ હોય અને હાલમાં મહામારી અનુસંધાને હાઈકોર્ટની ગાઈડ લાઈન મુજબ મેડીકલ કરાવવા તજવીજ કરી તપાસ માટે વ્યારા પોલીસને સોંપી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો