તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:મોપેડ પર દારૂની હોમ ડિલિવરી આપવા સુરત જઇ રહેલા 2 વિરપુરથી ઝડપાયા

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ઓર્ડર મુજબ દારૂ લાવી સુરતના વિસ્તારોમાં ઓર્ડર મુજબ હોમ ડિલિવરી કરી વેચાણ કરતા એક પુરુષ અને મહિલા મોટરસાયકલ પર દારૂની ખેપ મારતા વ્યારા પોલીસના વીરપુર પાસે હાથે ઝડપાઇ ગયા છે. પોલીસે તેમની પાસેથી બે મોટરસાઈકલ ઉપર 58000 નો દારૂ સાથે એક પુરુષ અને એક મહિલા ને ઝડપી પાડી સાથે સુરત દારૂ મંગાવનાર 6 વ્યક્તિઓ અને દારૂ મોકલનાર ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

વ્યારા પોલીસે બાતમીને આધારે વિરપુર ત્રણ રસ્તા પાસે વોચ સોનગઢ તરફથી આવતી એક કાળા કલરની એક્ટીવા નં .(G.J.05SH - 9745) ઉપર એક ઇસમ લાલબાબુ જયરામ યાદવ (રહે. સીટીલાઇટ સુરત) અને ગ્રે કલરની હિરો ડ્યુક જી.નં. (GJ26 - R - 5519) ની મોપેડ ઉપર મહિલા અમૃતાબેન અશોકભાઈ ગામીત (રહે.પનીયરી વ્યારા)ને અટકાવી વાહન ચેક કરતા બંને વાહનોમાંથી 58 હજારની કિંમતની બ્રાન્ડેડ વ્હીસ્કીની બોટલો મળી આવતા બંનેની અટક કરી હતી. આ ઉપરાંત દારૂનો જથ્થો મંગાવનાર હરીશ તારાચંદ જૈનેજેના, રૂષભભાઇ ઉદયભાઇ શાહ તથા રાકેશ યાદવ જેના, નવીન જગદિશ પ્રકાશ રાન્કા, સંજયભાઈ સુરેશભાઇ મોતીરાયા (તમામ રહે સુરત શહેર) અને કાકા વાઇન શોપ નવાપુર મહારાષ્ટ્ર ને વોન્ટેડ જાહેર હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો