તાપી એલસીબીની ટિમ દ્વારા નાસતા તેમજ વોન્ટેડ આરોપીને પકડવા કામગીરી હાથ ધરી હતી, જેમાં ડોલવાણ વિસ્તારના બે આરોપી કરંજખેડથી પકડી લઈ ડોલવણ પોલીસને સોંપ્યા હતા. એલ.સી.બી. ડોલવણ વિસ્તારમાં પેટ્રોલિંગ હતાં, તે દરમિયાન અ પો. કો. વિનોદ પ્રતાપભાઇ તથા અ. પો. કો રોનકભાઈને મળેલ બાતમી આધારે ડોલવણ પો.સ્ટેના બળાત્કાર ગુનાના વોન્ટેડ આરોપીઓ અજયભાઇ કોકણી રહે, આંબાપાણી ડોલવણ જિ. તાપી તથા જનીલભાઈ માહદુભાઈ કોકણી રહે, આમોનીયા નવ ફળીયુ તા. ડોલવણ જિ , તાપીને કરંજખેડથી પકડી લીધા હતા.
પૂછતાછ કરતા બન્ને ઉપરોકત ગુનામાં સંડોલવાયેલા હોવાની તેમજ આરોપી અજય કોકણી ડોલવણ પોલીસમાં પ્રોહી. એકટ મુજબ વોન્ટેડ હોવાની કબૂલાત કરતા બન્ને વિરૂધ્ધ કાર્યવાહી કરી વધુ કાર્યવાહી સારૂ ડોલવણ પો.સ્ટેને સોંપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.