નિશિત શાહ હત્યા પ્રકરણ:નિશિષની હત્યામાં વપરાયેલી 2 તલવાર માણેકપોરથી રિકવર

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યારા વ્યારા નગરમાં બહુચર્ચિત નિશિત શાહ હત્યા પ્રકરણમાં પોલીસ ઝીણવટ ભરી તપાસ ચલાવી રહી છે. હાઈપ્રોફાઈલ ગણાતા કેસમાં પોલીસ મક્કમ રીતે કામ કરી રહી છે. ગત 14 મી મેના રોજ રાત્રે 8 કલાકે હત્યારાઓ દ્વારા નિશિષ શાહની વ્યારા નગરમાં જાહેર રસ્તા પર ચાર યુવકોએ તલવારઅને ચપ્યુ લઈને ઘાતકી હત્યા કરી નાખી હતી. જે બાદ 04 આરોપી યુવકો ગાડી લઈને ભાગી છૂટયા હતા.

સુરત-ધુલિયા નેશનલ હાઇવે પર બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમમાંથી સિયાદલા જવાના રસ્તા ઉપર આરોપીઓએ હત્યામાં ઉપયોગ કરેલી બે તલવાર રસ્તાની બાજુમાં ગરનાળા નજીક નાખી દીધી હતી. પોલીસ દ્વારા આરોપીની રિમાન્ડ દરમિયાન હથીયારી કવર ની કામગીરી કરી રહી હતી. જે અંતર્ગત વ્યારા પીઆઇ રાકેશ પટેલ અને ટીમ દ્વારા માર્ગની આજુબાજુ માં ત્રણ દિવસ થી તલવારો શોધવા માટે તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ રાત્રીના અંધારા માં આરોપી એ ક્યાં તલવાર ફેંકી એ જગ્યા ભૂલી ગયા હતાં. જેમાં આજરોજ બપોરના ભાગે માણેકપુર થી સિયાદલા જવાના રોડ પર આવેલા ગરનાળા નજીકથી બે તલવારો મળી આવતા પોલીસે કબજે લીધી હતી. સમગ્ર પ્રકરણમાં વપરાયેલા ચાર હથિયારો પૈકી બે તલવારો અને એક ચપ્પુ કબજે કર્યો છે હાલ એક ચપ્પુ શોધવાનો બાકી છે.

1 ચપ્પુ શોધવાનું બાકી
વ્યારામાં થયેલા હત્યામાં પ્રકરણમાં વપરાયેલા બે તલવાર માણેકપુર તરફ જવાના રસ્તેથી કબજે કરાઈ છે. એક ચપ્પુ શોધવાનો બાકી છે. હાલ પ્રકરણની તપાસ ચાલુ છે. > રાકેશ પટેલ, પીઆઇ વ્યારા

અન્ય સમાચારો પણ છે...