તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ટીચકપુરા બાયપાસ હાઈવે પર દારૂ સાથે 2 ઈસમો ઝડપાયા

વ્યારા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

વ્યારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ટીચકપુરા ગામની સીમમાં સેન્ટ્રો ગાડી માં ચોર ખાનામાં 34000 નો દારૂ ભરી ને લઈ જતા બે ખેપિયાઓ ને પોલીસે અટક કરી છે.પોલીસે કુલ 1.13 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. સોનગઢ-સુરત હાઈવે ઉપર ટીચકપુરા બાયપાસ પાસે વ્યારા પોલીસ સ્ટાફ હાઈવે પર પસાર થતા વાહન ચેકિંગ કરતા હતા. તે સમય દરમિયાન ત્યાંથી પસાર થતી સેન્ટ્રો કાર નંબર જીજે/05/સીએફ/7336ને અટકાવી ને તપાસ કરાતા કાર માંથી 34,500/- રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

સાથે બે વ્યક્તિઓ ની અટક હતી.પોલીસે 34,500/-નો દારૂનો જથ્થો તથા કાર અને મોબઈલ મળી કુલ રૂપિયા 1,13,500/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક લક્ષ્મીકાંત બાબુરાવ આહિર(રહે.પરવત પાટીયા,સુરત)ને પાસ પરમીટ વગર દારૂનું વહન કરતા હોવાથી તેમને અને તેમનો સાથી સુરજ રાજેન્દ્ર મિસ્ત્રીની અટક કરી, ગુનો દાખલ કરી તપાસ વ્યારા પીઆઇ રાકેશ પટેલ એ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો