ચોમાસું / સોનગઢમાં 2, કુકરમુંડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો

2 in Songadh and 1 inch in Kukarmunda
X
2 in Songadh and 1 inch in Kukarmunda

  • સોનગઢમાં 2, કુકરમુંડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:00 AM IST

વ્યારા. તાપી જિલ્લા ખાતે એક સપ્તાહથી સારા વરસાદની રાહ જોતા ખેડૂતો નિરાશ થઇ રહ્યા છે. જૂન માસ પૂરો થવા છતાં સારા વરસાદના અભાવે ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે. ગત રાત્રિ દરમિયાન તાપી જિલ્લાના સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સોનગઢ અને કુકરમુંડામાં એક ઇંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેવા માંડ્યું હતું.

સોમવારે  વ્યારા વાલોડ ઉચ્છલ નિઝર સોનગઢ અને ડોલવાણ  એકે તાલુકામાં વરસાદ આવ્યો ન હતો. જોકે સાંજે  વાતવરણ પલટાયું હતું. સોનગઢ, કુકરમુંડામાં વરસાદના ઝાપટાં ચાલુ રહ્યા હતા. વરસાદ પડવાનો ચાલુ થતાં રસ્તાઓ ભીંજાયા હતા અને ખાડા ખાબોચિયા પાણીથી ભરાયા હતા. વ્યારા ડીઝાસ્ટરમાં સોમવારે સાંજે 6 કલાકથી મંગળવારે સવારે 6 કલાક સુધી ઉચ્છલ 12મિમી, કુકરમુંડામાં 30મિમી, સોનગઢમાં 51મિમી, વ્યારામાં 05 મિમી, વાલોડમાં 04 મિમી ,નિઝર માં 05 મિમી ડોલવાણમાં 04 મિમી વરસાદ નોંધાયો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી