તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કૂવો ઊંડો કરવા માટે વિસ્ફોટકોનો ગેરકાયદે ઉપયોગ કરતા 2 ઝડપાયા

વ્યારાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 202 જીલેટિન સ્ટિક,બેટરી અને વાયર સહિત 2.69 લાખનો મુદ્દામાલ કબ્જે

નિઝર તાલુકાના ભીલજાંબોલી ગામે એક ખેતરમાં ગેરકાયદે વિસ્ફોટકોનો ઉપયોગ કરી કૂવો ઊંડો કરવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. દરમિયાન સ્થળ પર થી બે ટ્રેકટર અને 202 જેટલી જીલેટિન સ્ટિક સહિત કુલ 2,69,070 નો મુદ્દામાલ સીઝ કરી 2 આરોપીની અટક કરવામાં આવી હતી.

નિઝર તાલુકાના ભીલજાંબોલી ગામે રહેતા અને વ્યવસાયે ખેડૂત એવાં ભારસિંગ સેકલાલ વળવીએ પોતાના ખેતરમાં આવેલ કૂવો ટ્રેકટરની મદદથી ઊંડો કરાવવાનું કામ શરૂ કર્યું હતું. જોકે, કામના સ્થળે ગેરકાયદે વિસ્ફોટક ઉપયોગમાં લેવામાં આવતા હોવાની બાતમી તાપી એસઓજીને મળી હતી. આ અંગે મંગળવારે બપોરે ઉપરોક્ત સ્થળે રેડ કરવામાં આવી હતી. દરમિયાન સ્થળ પરથી બન્નાલાલ લક્ષ્મણ ખારેલ (રહે.હાલ નિમ્બોણી તા.નવાપુર મૂળ રાજસ્થાન) અને ગોકુળ બલરામ કોંકણી (રહે.બીજા દેવી તા.નવાપુર) નામના 2 ઈસમ ટ્રેકટર સાથે મળી આવ્યા હતા. વધુ તપાસ દરમિયાન ટ્રેકટરમાંથી વિસ્ફોટક કરવાના કામે વપરાતી 202 જેટલી જીલેટિન સ્ટિક, લાલ પીળા ઇલેક્ટ્રિક વાયરો, બેટરી વગેરે ચીજવસ્તુ અને મોબાઈલ મળી આવ્યા હતા. પકડાયેલા બંને ઈસમોને પૂછપરછ કરતા એમની પાસે વિસ્ફોટક વાપરવા માટે કોઈ પણ પ્રકારનું લાયસન્સ ન હતું. જેથી એસઓજીએ આ બનાવમાં 202 જીલેટિન સ્ટિક કે જેની કિંમત 12,120, ઇલેક્ટ્રિક વાયરો, બેટરી અને 2 ટ્રેકટર તથા મોબાઈલ મળી કૂલ રૂપિયા 2,69,070 નો જથ્થો સીઝ કર્યો હતો.

જીલેટિન સ્ટિક પુરી પાડનાર વોન્ટેડ જાહેર કૂવો ખોદવાના સ્થળ પરથી મળી આવેલ બંને ઈસમો પોતાના શેઠ સુવાલાલ જાટ માટે મજૂરી કામ કરતા હતા. અને જીલેટિન સુવાલાલે જ પુરી પાડી હોવાનું કબૂલાત આપતા પોલીસે સુવાલાલ જાટ ને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ સંદર્ભે નિઝર પોલોસ મથકે એસઓજીએ ફરિયાદ આપતા પોલીસે એક્ષપ્લોસિવ એક્ટના ભંગ કરવા બદલના ગુનામાં ત્રણ આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો અને વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો