તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના બેકાબૂ:ઉકાઈ CISF કેમ્પના 4 અને PWDના 2 કર્મીઓ સહિત તાપી જિલ્લામાં 19 કેસ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં કોરોનાના 465 દર્દીમાંથી 357 રિકવર

તાપી જિલ્લાના રોજે રોજ કોરોના સંક્રમિત દર્દીઓ માં વધારો થઇ રહ્યો છે.ખાસ કરી ને વ્યારા અને સોનગઢ માં દર્દીઓ સતત વધારો આરોગ્ય માં ચિંતા વધારી દીધી છે. શનિવારે જિલ્લામાં એક સાથે 19 કેસ વધી જતાં કોરાના કહેર વર્તયો છે. તાપી જીલ્લામાં શનિવારે વધુ 19 કોરોના સંક્રમિતના કેસ સામે આવ્યા છે. સોનગઢના ઉકાઈમાં સીઆઈએસએફ કેમ્પના 4 કર્મીઓ અને પીડબલ્યુડીના 2 કર્મચારીઓ સહિત સોનગઢમાં કોરોના ના 10 કેસ મળી આવ્યા છે. જેને લઇ પંથકમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. તાપીના વ્યારામાં 6 કેસ, વાલોડ 2 કેસ, સોનગઢમાં 10 કેસ, ડોલવણમાં 1 મળી કુલ 19 કેસ નોંધાયા છે.

કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 465 પર પહોંચી ચુક્યો છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. વધુ 26 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 357 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

તાપીમાં નોંધાયેલ પોઝીટીવ દર્દીઓ
- 44 વર્ષિય પુરુષ, પોલીસ લાઇન ફળિયું-વાલોડ
- 56 વર્ષિય પુરુષ, ગામતળ ફળિયું, અંધાત્રી-વાલોડ
- 68 વર્ષિય પુરુષ, દેસાઇફળિયું-ડોલવણ
- 39 વર્ષિય પુરુષ, રાયકાવાડ સ્ટ્રીટ-વ્યારા
- 63 વર્ષિય પુરુષ, વૃન્દા વાડી-વ્યારા
- 42 વર્ષિય પુરુષ, તોરણ રેસીડેન્સી, મુસા રોડ-વ્યારા
- 18 વર્ષિય પુરુષ, તોરણ રેસીડેન્સી, મુસા રોડ-વ્યારા
- 58 વર્ષિય પુરુષ, કેએપીએસ ટાઉનશીપ, ઊંચામાળા-વ્યારા
- 45 વર્ષિય મહિલા, કેએપીએસ ટાઉનશીપ, ઊંચામાળા-વ્યારા
- 65 વર્ષિય મહિલા, પારેખ ફળિયું, જુનાગામ-સોનગઢ
- 31 વર્ષિય પુરુષ, મહાદેવ મંદિર પાસે, પારેખ ફળિયું,જુનાગામ-સોનગઢ
- 52 વર્ષિય મહિલા, મહાદેવ મંદિર પાસે-પારેખ ફળિયું, જુનાગામ-સોનગઢ
- 39 વર્ષિય પુરુષ, PWD ઓફિસ, ઉકાઇ-સોનગઢ
- 27 વર્ષિય પુરુષ, PWD ઓફિસ, ઉકાઇ-સોનગઢ
- 49 વર્ષિય પુરુષ, CISF, સીંગલખાંચ-સોનગઢ
- 33 વર્ષિય પુરુષ, CISF, સીંગલખાંચ-સોનગઢ
- 29 વર્ષિય પુરુષ, CISF, સીંગલખાંચ-સોનગઢ
- 45 વર્ષિય પુરુષ, CISF, સીંગલખાંચ-સોનગઢ
- 25 વર્ષિય મહિલા, મોટુ ફળિયુ, ગાયસાવર-સોનગઢ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો