તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:તાપીમાં સોમવારે 18 નવા કેસ સોનગઢમાં 8 કેસ નોંધાયા

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના સોમવારે કોરોના એ કહેર વર્તાવ્યો હતો, જેમાં સોનગઢમાં 8 કેસ, વાલોડમાં 5 કેસ અને વ્યારામાં 4 કેસ અને ઉચ્છલમાં 1 કેસ મળી કુલ 18 કેસ નોંધાયા કુલ કેસ 491 પર પહોંચ્યા હતા.વ્યારા ખાતે ડીડીઓના બંગલામાં કામ કરતા બે કર્મીઓ સહિત તાપી જિલ્લામાં વધુ 18 વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ સાથે જીલ્લામાં કુલ કેસની સંખ્યામાં 491 પર પહોંચી છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી 380 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે, જયારે 88થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.

સોમવારના રોજ જિલ્લામાં કોરોનાના વધુ 18 કેસ નોંધાયા છે. સોનગઢમાં 8 કેસ, વાલોડમાં 5 કેસ અને વ્યારામાં 4 કેસ અને ઉચ્છલમાં 1 કેસ મળી કુલ 18 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. તાપી જિલ્લા કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 491 પર પહોંચી ચુક્યો છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ વધુ 10 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 380 દર્દીઓ કોરોનાની સારવાર લઇ સાજા થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો