તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:તાપીમાં 1.78 લાખ લોકોએ લીધી વેક્સિન

વ્યારા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સૌથી વધુ સોનગઢ તાલુકામાં 50788 લોકોએ વેક્સિન લીધી

તાપી જિલ્લાના તાલુકામાં શરૂઆતમાં કોરોના વેક્સિન મુકવા માટે લોકોમાં નીરઉત્સાહ હતા પરંતુ તાપી જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સતત સાવલી તાલુકા તાપી જિલ્લામાં 1.78 લાખનાગરિકોને કોરોના વેક્સિન અપાઈ વૈશ્વિક મહામારી કોવિડ -19 ના સંક્રમણ સાથે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન તાપી જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે.

તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગના ડો.હર્ષદ પટેલ અને ટીમ આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા સતત આયોજનબદ્ધ રીતે તાપી જિલ્લાના સાત તાલુકામાં ગામોમાં જઇ કામ કરી રહ્યા છે. ગામોમાં જઈને દરેક લોકોને કોરોના પ્રતિરોધક રસી બાબતે સમજાવી રહ્યા છે. કોરોના રસી મુકવાથી થતાં ફાયદા અને કોરોના સંક્રમણ બચી શકાય છે. એ માટેની સમજ આપી રહ્યા છે .જેને લઇને ધીમે ધીમે લોકો કોરોનાની રસીમુકવા માટે સજ્જ થઇ રહ્યા છે. તાજેતરમાં 18 થી 44 વયના નાગરિકોને કોરોના રસી આપવાની કામગીરી હાલ કાર્યરત છે .

ત્યારે 09 જૂન સુધીમાં હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, 18થી 44 વર્ષ વયના તેમજ 45થી 59 અને 10 વર્ષથી વધુ ઉંમરના કુલ 1.78.619 નાગરિકોએ કોરોના રસીકરણ કરાવી કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે, જેમા 5390 આરોગ્ય કોરોના વોરિયર, 9706 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર, 45થી 60 વર્ષના અને 60 થી વધુ ઉંમરના 1.51.401 તેમજ 18 થી 44 વર્ષ વયના 12.112 જેટલા નાગરિકોને કોરોના રસી મૂકવામાં આવી છે . અત્યાર સુધીમાં જિલ્લામાં 1.51.411 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ તેમજ 39.955 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે .

તાલુકા પ્રમાણે કોરોના વેક્સિનેશન
જિલ્લાના વ્યારા તાલુકામાં 43962, ડોલવણ તાલુકામાં 21310, વાલોડ તાલુકામાં 22336, સોનગઢ તાલુકામાં 50788 ઉચ્છલ તાલુકામાં 17423, નિઝર તાલુકામાં13922, કુકરમુંડા તાલુકામાં 8878, ટોટલ 1,78, 619

અન્ય સમાચારો પણ છે...