કાર્યવાહી:વ્યારામાં ટેસ્ટ ડ્રાઇવના બહાને 1.50 લાખની બાઇક લઈ ગઠિયા રફૂચક્કર

વ્યારા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા નગર ખાતે રહેતા એક યુવક પાસે વેચાણ અર્થે મૂકેલી એક ktm મોટરસાયકલ ખરીદવાના બહાને અજાણ્યા યુવક દ્વારા આવી મોટરસાયકલ ખરીદવાની છે. એમ કહી ટેસ્ટ ડ્રાઈવ કરવા લઈ ગયા હતા. જે બાદ પરત ન આવતા અજાણ્યા યુવક વિરુદ્ધ 1.50 લાખની છેતરપિંડીનો ગુનો વ્યારા પોલીસ મથકે નોંધાયો હતો.

વ્યારા નગર ખાતે અમીનુદિન સમસુદ્દીન શેખ (રહે મગદુમ નગર વ્યારા જેઓની પાનવાડી બાપાસીતારામ કોમ્પ્લેક્ષ)ની ઓફીસમાં સોનગઢ તાલુકાના અમિતભાઈ ગામીત પોતાની મોટરસાયકલ ktm નંબર (GJ 26 AC 3426) ને વેચાણ અર્થે મૂકી ગયા હતા.

ગત 4 તારીખે અમીનુદિનને ત્યાં એક અજાણ્યો યુવક આવ્યો હતો. જેમણે ktm મોટરસાયકલ ખરીદવાની ઇચ્છા ધરાવતી હતી. તેમની સાથે વાતચીત કરી વિશ્વાસ અને ભરોસો લીધો હતો, જે બાદ મોટરસાયકલને ટેસ્ટ ડ્રાઈવ માટે લઈ ગયા હતા અને પરત ન લાવતા યુવક વિરુદ્ધ 1.50 લાખની બાઇક લઇ જતાં છેતરપિંડીનો ગુનો વ્યારા પોલીસ મથકે નોંધાવતા વધુ તપાસ એએસઆઈ સંજયભાઈ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...