તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજગારપત્ર એનાયત:15 દિવ્યાંગોને રોજગાર પત્ર અપાયા

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર અનરોજગાર કચેરી દ્વારા દિવ્યાંગોને રોજગારી આપવાના પ્રયાસ

તાપી જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તાપી જિલ્લાના દિવ્યાંગ ઉમેદવારોને રોજગારી આપવાના સંયુક્ત પ્રયાસો થકી જિલ્લાના 15 દિવ્યાંગ ઉમેદવારોને ખાનગીક્ષેત્રમાં રોજગારી આપી છે. તેઓને આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં નવ નિયુક્ત કલેક્ટર એચ. કે.વઢવાણીયાના હસ્તે રોજગારપત્ર એનાયત કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટરએ પસંદગી પામેલ દિવ્યાંગ ઉમેદવારોને ઉજવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લા રોજગાર કચેરીના અધિકારી-કેરીયર કાઉન્સીલરો દ્વારા ઔદ્યોગિક એકમોનો સંપર્ક કરી એકમોમાં રહેલ 20 જગ્યા મેળવી લાયકાત મુજબ દિવ્યાંગ ઉમેદવારોનો સંપર્ક કરી વેકેન્સી સામે ઉમેદવારોની પ્રોફાઈલ મેચીંગ કરીને ઔદ્યોગિક એકમોમાં 15 દિવ્યાંગોને રોજગારી પુરી પાડવા સફળતા મળી હતી. જે અન્વયે દિવ્યાંગોને રોજગારી આપવામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-વ્યારા અને સરકારી શ્રમ અધિકારી-વ્યારાનો સહયોગ મેળવી 20થી વધુ દિવ્યાંગ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી છે, જે પૈકી આજે 15 ઉમેદવારોને રોજગારપત્ર એનાયત કર્યા હતા. .

પૂર્વ કલેક્ટર આર.જે.હાલાણી, ડીડીઓ ડો.દિનેશકુમાર કાપડીયા, પોલિસ વડા સુજાતા મજમુદાર, ના. વનસંરક્ષક આનંદકુમાર તથા નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નોકરી દાતાઓને પણ દિવ્યાંગ ઉમેદવારોને રોજગારી આપવા બદલ પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. રોજગાર અધિકારી એન.ડી.ભીલ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો વધુમાં વધુ રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવે અને રોજગારી મેળવવા રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...