પ્રિકોશન ડોઝ:તાપી જિલ્લામાં પ્રથમ દિવસે 1482 લોકોને બુસ્ટર ડોઝ અપાયો

વ્યારા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ વેક્સિનેશનના ત્રીજા ડોઝનો શુભારંભ કરાયો

કોવીડ વેક્સીનના બંન્ને ડોઝ લીધા હોય અને નવ મહિના પૂર્ણ થયા હોય તેવા હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને સિનીયર સીટીઝન કે જે 60+ કોમોર્બિડ લોકો હોય તેવા તમામ લાભાર્થીઓને બુસ્ટર ડોઝ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે આજે તાપી જિલ્લામાં પણ પ્રિકોશન ડોઝ લેવાનો પ્રારંભ થયો છે.

જેનો પ્રારંભ ખુદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.હર્ષદ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ જેમાં ડૉ.પાઉલ વસાવા, ડૉ.કે.ટી ચૌધરી, ડૉ.બીનેશ ગામીત, ડૉ.યોગેશ શર્મા અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર દ્વારા વ્યારા તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે બુસ્ટર ડોઝ લઇ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.

આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, આજે મે અને મારી ટીમએ કોરોના પ્રતિરોધક વેક્સીનેશનનો બુસ્ટર ડોઝ લીધો છે. વેક્સીનેશન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, અને દરેક વ્યક્તિએ જાગૃત બની પોતે અને આસપાસના દરેક લોકોને કોરોનાની વેક્સીન મુકાવી સુરક્ષિત બનવું જોઇએ. ઉપરાંત તેમણે જાહેરજનતાને વહેલી તકે વેક્સીનેશનનો બીજો ડોઝ લેવાની સાથે આજ રોજ શરૂ થયેલ પ્રિકોશન ડોઝ અને 15થી 18 વર્ષના બાળકોને કોરોના પ્રતિરોધક રસી લેવા ખાસ અનુરોધ કર્યો હતો.

23655 કિશોરોનું વેક્સિનેશન સંપન્ન
તાપી જિલ્લામાં નોંધાયેલ રસીકરણના આંક મુજબ 15થી 18 વર્ષના કિશોરોમાં વ્યારા તાલુકામાં કુલ 7189, વાલોડ 3289, ડોલવણ 1671, ઉચ્છલ 2747, સોનગઢ 6239, નિઝર 1440, કુકરમુંડા 1080 મળી કુલ 23655 કિશોરોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

ક્યા કેટલા બુસ્ટર ડોઝ અપાયા ?
આ ઉપરાંત પ્રિકોશન ડોઝ,બુસ્ટર ડોઝ હેઠળ વ્યારા તાલુકામાં કુલ-320 , વાલોડ-270, ડોલવણ-92, ઉચ્છલ-141 સોનગઢ-489, નિઝર-75, કુકરમુંડા-95 મળી કુલ-1482 નાગરિકોએ ઉત્સાહભેર બુસ્ટર ડોઝ લીધા છે.

બારડોલી તાલુકામાં પણ 60 વર્ષથી વધુના 184 વડીલોને કોરોના રસીના પ્રિકોશન ડોઝ અપાયો
જિલ્લા ભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા 60 વર્ષથી વધુની વયના તેમજ હેલ્થ કર્મચારી અને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયરને પણ કોરોનાનો પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવાની 10 જાન્યુયારીથી શરૂઆત કરાઇ છે. જેમાં બારડોલી તાલુકામાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા 60 વર્ષની ઉપરના વૃધ્ધોને કોરોના રસીનો પ્રિકોશન ડોઝ અપાયો હતો. વૃધ્ધો પણ ઉત્સાહ ભેર રસી લેતા નજરે ચઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...