તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:129 દિવસ બાદ તાપી જિલ્લામાં પોઝિટિવ શૂન્ય

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં માત્ર 10 એક્ટિવ કેસ

તાપી જિલ્લામાં બુધવારે એક પણ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો નથી અને સારવાર હેઠળ માત્ર 10 દર્દીઓ છે. તાપી જિલ્લામાં 129 દિવસ બાદ કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

તાપી જિલ્લામાં કોરોનાની પહેલી લહેરમાં 20મી એપ્રિલ 2020ના રોજ વ્યારાના માયપુર ગામે મહિલા કોરોના પોઝિટિવ નોંધાઈ હતી. ત્યારબાદ પ્રથમ લહેરમાં તાપી જિલ્લો કોરોના મુક્ત પણ બની ચૂક્યો હતો. પરંતુ બીજી લહેર ઘાતક સાબિત થઈ. એપ્રિલમાં જિલ્લામાં સંક્રમણ વધી ગયું હતું. એક તબક્કે કોરોનાના દર્દી માટે રહેવાની હોસ્પિટલમાં જગ્યા પણ માંડ મળી રહે એ તબક્કા સુધી પરિસ્થિતિ પહોંચી હતી. હાલ 129 દિવસ બાદ તાપી જિલ્લા માટે રાહતના સમાચાર છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 4422 દર્દી નોંધાયા હતા, જ્યારે 4287 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા હતા. કોરોના સંક્રમણના કારણે 20 વ્યક્તિના મોત નોંધાયા છે, જ્યારે નોન કોવિડમાં 105ના મોત નોંધાયા છે. જિલ્લામાં કોરોના સંક્રમિત 10 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

જિલ્લામાં નવા કેસ 0 પણ તકેદારી જરૂરી
ઘણા કપરા સમયમાંથી પસાર થયા બાદ જિલ્લામાં પોઝિટિવ કેસ શૂન્ય રહ્યો છે. આ શૂન્યને કાયમ રાખવા, સાવચેતી જરૂરી છે. માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરીએ અને વેક્સિન અવશ્ય લઈએ. આટલી જાગૃતતા દરેક રાખીશું તો જિલ્લામાં પોઝિટિવ કાયમ શૂન્ય રહેશે.

રસી મુકવા તંત્રને સહકાર આપવો જરૂરી
તાપી જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થયા છે પરંતુ પ્રજાજનોએ કોરોના પ્રતિકારક રસી મુકવા આરોગ્ય તંત્રને સહકાર આપવો જરૂરી છે, જેટલું વધારે રસીકરણ થશે એટલો કોરોનાને અટકાવવામાં મહત્વનો ફાળો બની રહેશે. > ડો. હર્ષદ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...