હુમલો:‘મારી વહુને તારો છોકરો કેમ ભગાડી ગયો’ કહી માથામાં લાકડી ફટકારાઇ

કુકરમુંડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિઝરમાં મધ્યરાત્રિએ ઘરમાં ઘુસીને યુવક પર હુમલો કરાયો

નિઝરમાં ઘરમાં ઘુસી યુવક પર લાકડી વડે હુમલો કરાયો હતો. ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝરના હિંદહાટી ફળિયામાં રવિવારના રાત્રે જાન્યાભાઈ શિવાજી ભાઈ ગાવિત (મૂળ.ભોરપાડા તા.નવાપુર હાલ રહે. પ્લોટ ફળિયા નિઝર તા. નિઝર જી. તાપી) નાઓ તેમના સાળા પૈતાનભાઈ ના ઘરે આવ્યા હતા, રાતના આશરે 11:20 ના અરસામાં જાન્યાભાઈ શિવાજીભાઈ ઘરમાં પાણી પીતો હતો.

તે વખતે હુપાભાઈ દેવીસિંગભાઈ પાડવી (રહે.નિઝર તા.નિઝર જી.તાપી )નાઓ ત્યાં આવીને ફરિયાદીને જણાવેલ કે “મારી વહુને તારો છોકરો કેમ ભગાડી ગયેલ છે” તેમ કહી નજીકમાં પડેલ લાકડાથી ફરિયાદીને માથાના જમણી ભાગે ફટકો મારી દેતા લોહી લુહાન કરી દઈ અને કેહતો હોય કે “ આજે તું બચી ગયેલ પરંતુ બીજીવાર જાનથી મારી નાખીશ” એવી ધમકી આપી જતો રહ્યો હતો. આ ઘટના અંગે જાન્યાભાઈ શિવાજીભાઈ દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...