ફરિયાદ:લાભાર્થીઓએ આવાસ યોજનાના ચુકવણા બાબતે પૂછતાં ટીડીઓએે અપશબ્દો કહ્યા

કુકરમુંડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા ઘર બનાવવા માટે કાચા ઘર તોડ્યા પરંતુ સહાય અટવાતા લાભાર્થીઓ મુશ્કેલીમાં
  • ઘટના અંગે નિઝર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ

નિઝર તાલુકાના દેવાળા ગામના ગરીબ રેખા હેઠળ નિર્વાહ કરતા અને કાચા મકાન ધરાવતા લોકોએ PM આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો મેળવવા માટે અરજી કરી હતી. જેમાં દેવાળા ગામના ગરીબ કુટુંબના લાભાર્થીઓને આવાસ યોજનામા પાકુ ઘર બનાવવા માટે સરકાર દ્વારા મંજૂરી મળી છે જેથી લોકોએ પાકા મકાનો બનાવાની કામગીરી શરૂ કરી દેવામા આવેલ છે. લાભાર્થીને PM આવાસ યોજના અંતર્ગત પ્રથમ હપ્તો નહી મળતા જેથી લાભાર્થીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પૂછપરછ કરવા જતા લાભાર્થીઓને તાલુકા વિકાસ અધિકારીએ અપ શબ્દ બોલી અપમાનિત કરતા લાભાર્થીઓ દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમા લેખિત રજૂઆત કરાઈ છે.

દેવાળા ગામના આદિવાસી સમાજના લોકોએ પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે અરજી કરવામા આવી હતી જેમાં સરકાર માંથી આવસો મંજૂરી આપવામાં આવી છે પરંતુ મંજૂર થયેલા આવાસ યોજનાનો પ્રથમ હપ્તાનું ચુકવણી નહી થતા માહિતી મેળવવા માટે તાલુકા પંચાયત ખાતે કારકુનને મળવા ગયા હતા. જેમને આવાસના પ્રથમ હપ્તા બાબતે પૂછતાં જેમણે તાલુકા વિકાસ અધિકારીને મળો તેવું કહીને હાથ ઊંચા કરી દીધા હતા.જેથી લાભાર્થી ઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીની મળતા લાભાર્થીઓની રજુઆતને સાંભળ્યા વિના જ અપ શબ્દ બોલીને અપમાનિત કર્યા હતા.

ગામના આદિવાસી સમાજના પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓના વિરુદ્ધમા પોલીસને ફોન કરીને ખોટી માહિતી આપીને લાભાર્થીને પોલીસની ધમકી આપતી હતી. લાભાર્થીઓ દ્વારા સરકારમાંથી મંજૂર થયેલા આવાસની રકમ મળે તો પાકા ઘરો બનાવા માટે કાચા ઘરો તોડીને કામગીરી શરૂ કરી દીધી છે.

હાલ આદિવાસી સમાજના નાના નાના બાળકો સાથે ગરીબ રેખા હેઠળ જીવન નિર્વાહ કરતા લાભાર્થી ઓ ઘર વગરના છે.જેથી લાભાર્થીઓ દ્વારા આવાસ યોજના હેઠળ પ્રથમ હપ્તાની ચુકવણુ વહેલી તકે કરાવવા આવે તો લાભાર્થીઓ પાકું મકાન બનાવી શકે અને નિઝર તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા લાભાર્થીઓને અપશબ્દ બોલતા જેઓની વિરુદ્ધમા નિઝર પોલીસ સ્ટેશનમા લેખિત રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...