સરપંચનો વિરોધ:કોટલી ગામમાં ભૂગર્ભ સંમ્પ ટાંકીની મંજૂરી પરંતુ મુબારકપુરમાં નિર્માણ થવા અંગે સરપંચનો વિરોધ

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોટલીમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત બે લાખ લીટરની ક્ષમતા ધરાવતા ભૂગર્ભ સંમ્પ ટાંકીના કામને મંજૂરી મળતા આ કામ મુબારકપૂરની હદમાં શરૂ કરાતા તે બંધ કરી બીજી જગ્યા ખસેડવા મુબારકપુરના સરપંચે માંગ કરી છે. - Divya Bhaskar
કોટલીમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત બે લાખ લીટરની ક્ષમતા ધરાવતા ભૂગર્ભ સંમ્પ ટાંકીના કામને મંજૂરી મળતા આ કામ મુબારકપૂરની હદમાં શરૂ કરાતા તે બંધ કરી બીજી જગ્યા ખસેડવા મુબારકપુરના સરપંચે માંગ કરી છે.
  • ભવિષ્યમાં કોઈ યોજના અંતર્ગત મુબારકપુરમાં કંઈક બનાવવાનું થાય તો ક્યાં બનાવાશે તે પ્રશ્ન

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ કોટલી ગ્રામ પંચાયતના મૌજે કોટલી ગામની હદમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત બે લાખ ક્ષમતા ધરાવતું ભૂગર્ભ સંમ્પ ટાંકી બનાવવા માટે આશરે 6.94 હજારની ગ્રાન્ડ ફાડવવામાં આવી છે. જે ભૂગર્ભ સંમ્પ ટાંકી બનાવવાની કામગીરી હાલમાં મુબારકપૂર ગામની હદમાં ચાલી રહી છે. તે બંધ કરીને બીજી જગ્યામાં બનાવવા અંગેની માંગ સાથે મુબારકપૂર ગ્રામ પંચાયત સરપંચ દ્વારા નિઝર મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે.

મુબારકપૂર ગ્રામ પંચાયતના સરપંચ જમુનાબેન કાંતિલાલભાઈ મોરે દ્વારા લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ કોટલી ગામની હદમાં લાખોના ખર્ચે પાણી પુરવઠા યોજના અંતર્ગત ભૂગર્ભ સંમ્પ ટાંકી બનાવવામાં માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હાલમાં ભૂગર્ભ સંમ્પ ટાંકી બનાવવાની કામગીરી મુબારકપૂર ગામની હદમાં ચાલી રહી છે.જે ભૂગર્ભ સંમ્પ ટાંકી બની રહી છે તે જગ્યામાં મુબારકપુર ગામનું ગટરનું પાણી તથા વરસાદી પાણીનો ભરાવો થાય છે. જેથી તે બીજી જગ્યા બનાવવામાં તેવી રજૂઆત કરી છે.

ભવિષ્યમાં આ જગ્યા ઉપર લાખોના ખર્ચે બની રહેલ પાણી પુરવઠા યોજનાનું બે લાખ લીટરનું ક્ષમતા ધરાવતું ભૂગર્ભ સંપ ટાંકીમાં મુબારકપૂરના ગટર અને વરસાદી પાણીનો ભરાવો થશે તો ગામમાં રોગચાળો ફાટી નીકળશે તેવી ભીતી રહી છે. ગામમાં ભવિષ્યમાં કોઈ યોજના અંતર્ગત કંઈક બનાવવાનું થાય તો ક્યાં બનાવીશું જેને ધ્યાનમાં લઇ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીનો ભૂગર્ભ સંપ ટાંકીની કામગીરી બંધ કરીને બીજી જગ્યાએ બનાવવામાં આવે તેવી માંગ સાથે મુબારકપૂર પંચાયતના સરપંચ દ્વારા નિઝર મામલતદારને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...