તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાઈલ્ડ લાઈનએ મદદ કરી:નિઝરના બોરઠા ગામની સીમમાંથી રાજસ્થાનના બે બાળકો મળી આવ્યા

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા કારમાં બેસાડી ધમકી આપીને છોડી જતાં ચાઈલ્ડ લાઈનએ મદદ કરી

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલા નવલપુર બોરઠા ગામના બસ સ્ટોપ પાસેથી આજરોજ સવારના આશરે 9:40ના અરસામાં અચાનક બે અજાણ્યા બાળકો જવા મળી આવતા બોરઠા ગામના જાગૃત નાગરિક ઉમેશભાઈ વળવી તેમની પૂછપરછ કરીને ચાઈલ્ડ લાઈનના હેલ્પ લાઇન નંબર 1098 પર જાણ કરી હતી. જેથી નિઝર ચાઈલ્ડ લાઈનના સબસેન્ટરના કોઓર્ડીનેટર મનીષભાઈ પાડવી તથા ટીમ મેમ્બર છાયાબેન તેમજ માધુરીબેન દ્વારા બાળકોનો કબ્જો લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નિઝર ચાઈલ્ડ લાઈન પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના બારુ ગામના રહેવાસીઓ રોશન અબ્દુભાઈ પારધી (13) તેમજ વેધ્યાભાઈ કેત્યાભાઈ ગુન્ના (13 ) જે બંને બાળકોને પોતાના ઘરેથી કોઈ અજાણ્યા ઈસમ પોતાની કબ્જાની કારમાં બેસાડી લાવીને તાપીના છેવાડાના નિઝરમાં મહારાષ્ટ્રના બોર્ડર ઉપર ધાકધમકી આપીને છોડી ગયા હતા. બંને બાળકો ચાલતા ચાલતા નિઝરના નવલપૂર બોરઠા ગામની સીમમાં પહોંચતા બોરઠા ગામના જાગૃત નાગરિકને મળી આવ્યા હતા. આ બાબતની જાણ નિઝર ચાઈલ્ડલાઈન સબ સેન્ટરને થતા તેમની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને બાળકોનો કબ્જો લઇને વ્યારા ખાતે આવેલ ચાઈલ્ડની ઓફિસમાં જાણ કરીને સી.ડબ્લ્યુ.સી.ને જાણ કરીને હતી.

બંને બાળકોને નિઝર પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી નિઝરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ચેકઓપ કરીને વ્યારા ખાતે સી.ડબ્લ્યુ. સી.ને સોંપવા માટે બને બાળકોને લઇ ને નિઝર ચાઈલ્ડલાઈન સબ સેન્ટરની ટીમ નીકળી હતી. વ્યારાથી સીડબ્લ્યુસી દ્વારા બાળકોને પોતાના ઘર સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...