મુશ્કેલી:કુકુરમુંડાના પૂર્વ તરફના ગામોમાં બસ સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને મુશ્કેલી

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવાર અને સાંજે બે ટાઈમ બસની સુવિધાઓ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને રાહત મળી રહેશે

તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકાના પૂર્વ દિશામાં આવેલા ગામડાઓમાંથી કુકરમુંડા ખાતે ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા નહી મળતા પગપાળા આવવા જવા માટે મજબૂર બન્યા છે. કુકરમુંડાથી આશ્રાવા તરફ જતા રસ્તા ઉપર વિદ્યાર્થીઓ સાંજના હાઈસ્કૂલમાંથી છૂટ્યા પછી પોતાના ઘરે પરત ફરતા ચાલતા જતા જોવા મળે છે. કુકરમુંડા તાલુકામા મોટા ભાગના આદિવાસી લોકો વસવાટ કરે છે. તેમના બાળકો કુકરમુંડા ખાતે હાઈસ્કૂલમાં ભણવા આવે છે. બાળકો માટે બસની સુવિધા નહી મળતા પગપાળા આવવું જવું પડે છે.

આદિવાસી સમાજના ગરીબ કુટુંબ પરિવારના વિદ્યાર્થીઓ કુકરમુંડા ખાતે આવેલ હાઈસ્કૂલમાં ભણવા આવતા હોય જેમના માટે સાંજે અને સવારે આવવા જવા માટે બસની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ ચાલતા આવે અને જાય છે. કુકરમુંડા મુખ્ય મથક ખાતે કોરોડોના ખર્ચે બસ ડેપો બનાવવામાં આવેલ છે. તેમ છતાં કુકરમુંડા તાલુકાના પૂર્વ દિશાના ગામડાઓમાં બસ સુવિધા આજ સુધી પુરી પાડવામાં આવી નથી. બસની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ ડેપોમાંથી વિદ્યાર્થીઓના હાઈસ્કૂલના સમયે સવાર અને સાંજે બે ટાઈમ બસની સુવિધાઓ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને આવવા જવા માટે પડતી મુશ્કેલી દૂર થાય તેમ છે.

આદિવાસી સમાજના કુટુંબ પરિવારો બાળકોઓને મજૂરી કરીને ભણાવતા હોય છે. તેવા બાળકોઓને ડેપોમાંથી બસની સુવિધા નહી આપવામાં આવે તે કેટલું યોગ્ય કહેવાય. સરકાર એક તરફ ભણતર કરતી વિદ્યાર્થિનીઓ માટે બસ સવારી માટે મફત પાસ આપવામાં આવે છે.

કરમુંડાથી મટવલ રૂટ ઉપર બસ સેવા શરૂ થશે
આ બાબતે સોનગઢ બસ ડેપો મેનેજર મનોજભાઈનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે કુકરમુંડાથી મટવલ રૂટ ઉપર બસ સેવા શરૂ કરવાની તૈયારી જ છે. ટૂંક સમયમાં બસ શરૂ કરી આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...