તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામજનો હેરાન:બોરીકુવા પાસે ગટર ઉભરાતાં દુર્ગંધવાળા પાણીથી ત્રાહિમામ

કુકરમુંડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રથી આવતી ગટર લાઈન બોરીકુવામાં ઉભરાઇ

કુકરમુંડા તાલુકાના ચોકીઆમલી ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સમાવેશ બોરીકુવા ગામની સિમમાંથી અક્કલકુવા (મહા) તરફથી આવતી ગટર લાઈનનું દુર્ગંધ વાળા પાણી ઉભરાય જતા ગંદુ પાણી ગટર ઉપરથી પસાર થતો જાહેર રસ્તા પર ગટર લાઈનનું દુર્ગંધવાળું પાણી અને ગંદકી આવી જતા લોકો તેમજ ગામજનો હેરાન પરેશાન થઇ રહયા છે.આ રસ્તા ઉપરથી રોજના હજારો ની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે.તેમજ બોરીકુવા ગામના પ્રવેશ કરતો મેન રસ્તા ઉપર સી.ડી.વર્ક આવેલ છે. તેના ઉપર પણ ગટરનું પાણી ભરાયા જતા ગામજનો કે ભણતર કરતા વિધાર્થીઓ ગટરના ગંદા અને દુર્ગંધ વાળા પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે. ગામના લોકોમા કે રસ્તા ઉપરથી પસાર થતા લોકોમા પાણી જન્ય જીવલેણ રોગ ચાળો ફાટી નીકળવાનો ભય લોકોમાં લાગી રહયો છે.

વરસાદના પડેલા પાણીથી બોરીકુવા ગામની સિમમાથી પસાર થતી ગટર લાઈન ઉભરાતા રસ્તા ઉપર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે. ગંદકી અને ગટરના દુર્ગંધ વાળા પાણીનું જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની કામગીરી હાથ ધરે તેવી માંગ ગ્રામજનો કે રસ્તા ઉપરથી પસાર થતા લોકોઓમા માંગ ઉઠી છે. ગટરના દુર્ગંધ વાળા પાણથી ગામમાં કે રસ્તા ઉપરથી અવર જવર કરતા લોકોમાં પાણી જન્ય જીવલેણ રોગો ફાટી નીકળવાની શક્યતા જવા મળી રહી છે.ગટર લાઈનથી બોરીકુવા ગામના લોકો વર્ષો થી હેરાન પરેશાન થઇ રહયા છે.

આ ગટર લાઈન બાબતે ગામજનો દ્વારા જવાબદાર તંત્રને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં પણ ઉકેલ આવ્યો નથી. જિલ્લા લેવલના અધિકારીઓ દ્વારા બોરીકુવા ગામની મુલાકાતે પણ આવ્યા હતા.તો છતાં પણ ગામજનોના ગટર લાઈન બાબતના પ્રશ્નનું નિરાકરણ આજ સુધી લાવી શક્યા નથી. ગામજનો તેમજ રસ્તા ઉપરથી પસાર થતા લોકો ગટર લાઈનના અતિ દુર્ગંધવાળા પાણી થી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...