તપાસ:નિઝર તાલુકામાં મનરેગા યોજના હેઠળના કામો મશીનો દ્વારા થતા હોવાની બૂમ ઉઠી

કુકરમુંડા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમુક પંચાયતોમા મશીનો દ્વારા મનગેરા યોજનાની કામગીરી થઇ રહી છે. - Divya Bhaskar
અમુક પંચાયતોમા મશીનો દ્વારા મનગેરા યોજનાની કામગીરી થઇ રહી છે.
  • સરવાળામાં રાત્રિ દરમિયાન મનરેગાના કામો જેસીબી દ્વારા થતા હોવાની ચર્ચા

તાપીના નિઝર તાલુકામાં BTP-BTS દ્વારા ગત તારીખ 12/11/2021ના રોજ દસ જેટલી ગ્રામપંચાયતો અને ગ્રૂપ ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજના અંતર્ગત વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે નિઝર પ્રાંત અધિકારી મારફતે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં નિઝર તાલુકાના સરપંચો એસોસિએશન અને સરપંચો દ્વારા BTP દ્વારા મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આપેલ આવેદનપત્રને પાયા વિહોણા ગણાવ્યા હતા.

પરંતુ ગત રોજમા રાતના ગ્રૂપ ગ્રામ પંચાયત વ્યાવલા અને સરવાળા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત મેટલ રસ્તા અને સામૂહિક કુવાના કામો જે.સી.બી.મશીન મૂકીને કામગીરી કરવામાં આવી રહી હોવા અંગેની ચર્ચા લોકો મુખે જોરશોરથી થઇ રહી છે.

BTP દ્વારા ગત દિવસોમાં નિઝર તાલુકાના સાયલા, દેવાળા, વ્યાવલ, પીપલોદ, સરવાળા, નિઝર, કોટલી બ્રુદક, ભીલજાંબોલી, રાયગઢ, મુબારક પૂર ગ્રામપંચાયતો, ગ્રૂપ ગ્રામ પંચાયતો મનરેગા યોજના હેઠળ વિવિધ કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોવા અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં BTS દ્વારા સ્ટેટ વિજિલન્સ દ્વારા તપાસની પણ માંગ કરી હતી.પરંતુ સરપંચો રાતો રાત મશીનો દ્વારા કામગીરી થઇ રહી હોય અને આ બાબતની જાણ જવાબ દાર તંત્રના કાન સુધી પહોંચતી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહી છે.

BTP દ્વારા આપવામાં આવેલ આપવમાં આવેલ આવેદનપત્રમા જણાવ્યા મુજબ મનરેગા યોજના હેઠળ મટેરીયલ, વનીકરણ, પથ્થર પાડા, મેટલ-માટી હાડ મુરતના રસ્તાઓ, લેબરના કામો, લેવલિંગના કામો, સી.સી.રસ્તાઓ, પ્રોટેકશન વોલ ડિસિલ્ટીંગના કામો, સામૂહિક કુવાઓ, નસહીત અનેક કામોઓનું ઓન લાઇન કામો બતાવીને કોરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા.જે અંગે સ્ટેટ વિજિલન્સની તટસ્થ તપાસની માંગ કરી હતી. હવે જોવાનું એ રહયું કે આવનાર સમયમાં આ અંગે કેવી તપાસ હાથ ધરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...