ફરિયાદ:કુકરમુંડામાં ભાડાના ખેતરમાં મુકેલા ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી

કુકરમુંડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રોલીના ટાયરમાં પંક્ચર પડતા ખેતરમાં છૂટી મૂકી હતી

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મૌજે કુકરમુંડા ગામની સીમમાં ગત રોજ ભાડેથી રાખેલા ખેતરમાં ટ્રેક્ટરની ટ્રોલી મુકેલ હતી. જે ટ્રેક્ટરની ટ્રોલીને કોઈ અજાણ્યા તસ્કારો ચોરી ગયા હોવા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કુકરમુંડા ગામના રામ ચોકમાં રહેતા ભરતભાઈ ડાહ્યાભાઈ ડઢાણીયા (48)એ કુકરમુંડા ગામની સીમમાં આવેલ સુનિલભાઈ દૌલતભાઈ ચૌધરીનું ખેતર ભાડે રાખી ખેતી કરે છે. જે ખેતરમાં તા.30/4/ 2022 ના રોજ તેઓ પોતાનું ટ્રેકટર નંબર (GJ-26-A-4428) સાથે માલ સામાન ભરવાની ટ્રોલી નંબર- (GRP- 7134) લઈ ખેતર ગયા હતા.

આશરે રાત્રે 9:00 કલાકે ખેતરેથી ફરતી વેળા ટ્રોલીના ટાયરમાં પંચર પડતા, ટ્રોલીને ખુલ્લા ખેતરમાં મુકી ટ્રેકટર લઈ ઘરે પરત થયા હતા. ફરિયાદીનું કામકાજ હોવાથી બીજા દિવસે સુરત ખાતે જવાનુ થયું હતું. સુરતથી ઘરે આવીને ગત તારીખ 2/5/2022ના રોજ બપોરે ખેતરમાં જતા તેઓના ટ્રેકટરની ટ્રોલી નહીં દેખાતા જેથી આસપાસના ખેતરોમાં તથા નજીકના વિસ્તારમાં તપાસ કરેલ પરંતુ ટ્રેક્ટરની ટ્રોલી મળતા, જે બાબતે આજુબાજુના ખેતરવાળાને પૂછ પરછ કરતા તેમ છતાં પણ ટ્રેક્ટરની ટ્રોલી નહી મળતા, ભરતભાઈ ડઢાણીયાએ ગત રોજ નિઝર પોલીસ સ્ટેશન મથકે ચોર ટ્રોલી ચોરી ગયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...