તપાસ:ઘરેથી ગુટકા ખાવા જાવ છું, કહીને નીકળેલો યુવક નદીમાંથી મૃત મળ્યો

કુકરમુંડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નંદુરબારના તલોદા ગામના યુવકની લાશ કુકરમુંડા પાસેથી મળી આવી

નંદુરબાર જિલ્લાના તલોદા ખાતે રહેતો યુવક ગત શનિવારના રોજ “ ઘરેથી ગુટખા ખાવા જાવ છું” કહીને નીકળ્યો હતો. જે બાદ ગત સોમવારના રોજ કુકરમુંડા તાલુકાના હથોડા ગામની સીમમાથી પસાર થતી તાપી નદીના પાણીમાં કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ વિલાસભાઈ ધર્માભાઈ વળવી (ઉ.વ.28) રહેવાસી. તલોદા સરકારી હોસ્પિટલની પાસે ગુજરાતી પાર્ક ખાતે તા. તલોદા જી. નંદુરબાર( મહારાષ્ટ્ર ) જે કડિયાકામ કરીને જીવન નિર્વાહ કરતો હતો.જે ગત તારીખ 30/4/ 2022 ના રોજ “ઘરેથી ગુટખા ખાવા જાવ છું” તેવું કહીને ઘરેથી નીકળી ગયેલ હોય અને તાપી નદીના પાણીમાં ડૂબી જઈ મરણ ગયેલ હાલતમાં ગત સોમવારના રોજ કુકરમુંડા તાલુકાના હથોડા ગામની સીમમાં આવેલ છે. તાપી નદીના પાણીમાં કિનારેથી મળેલ હોવા અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં નિમલાબેન ધર્માભાઈ વળવી દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. જે અંગેની વધુ તપાસ નિઝર પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...