તંત્રના આંખ આડા કાન:રાજપુરમાં રાજીવ ગાંધી ભવનનું કામ વર્ષોથી ટલ્લે

કુકરમુંડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કામ અધૂરૂં છોડી દેવાતા ખંડેર બની રહેલું રાજપુર રાજીવગાંધી ભવન. - Divya Bhaskar
કામ અધૂરૂં છોડી દેવાતા ખંડેર બની રહેલું રાજપુર રાજીવગાંધી ભવન.

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામા આવેલ રાજપુર ગામ ખાતે મનરેગા યોજના હેઠળ લાખોના ખર્ચે બની રહેલું રાજીવ ગાંધી ભવનના મકાનની કામગીરી લેભાગુ કોન્ટ્રાકટરએ અધૂરું મૂકી દેતા ગામના લોકો માટે મકાન બન્યું શોભાના ગાંઠિયા સમાન. કેટલાક વર્ષોથી કામ અધૂરું હોવા છતાં તંત્રના આંખ આડા કાન, આવી જ રીતે લેભાગુ કોન્ટ્રાકટરના કામો અધૂરા હોય તો ગામનો વિકાસ ક્યારે થશે.

ઘણો સમય વીતી જવા છતાં રાજપુર ગામમા બની રહેલા રાજીવ ગાંધી ભવનના મકાનમાં બારીઓ,બારણાં ઓ,સહીત અનેક કામગીરી બાકી હોય સ્થાનિક તંત્રને આ બાબતે જાણ હોવા છતાં પણ કામ પૂર્ણ કરવામાં આવતું નથી કેટલાક સમયથી કોન્ટ્રાકટર દ્વારા રાજીવ ગાંધી ભવનના મકાનનું કામ ઠપ કરતા સ્થાનિકમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજપુર ગામ ખાતે રાજીવ ગાંધી ભવનના મકાનની કામગીરી પૂર્ણ કરવા અંગે સ્થાનિક જવાબદાર તંત્રને ગામ ના લોકો દ્વારા મૌખિક રજૂઆત કરવા આવેલ હોવા છતાં પણ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી.

3 વાર રજૂઆત કરી
આ બાબતે ગામના સરપંચના પતિ પંડિતભાઈ વળવીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે રાજીવ ગાંધી ભવનના મકાનનું કામ પૂર્ણ કરવા અંગે અમે તંત્ર ને બે ત્રણ વખત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...