તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર, નિઃસહાય વિદ્યાર્થીઓ:નિઝર ST ડેપોથી સાંજે ઘરે જવા બસ ન મળતાં વિદ્યાર્થીઓ ચાલતાં જ નીકળ્યાં, વેલદા ટાંકી સુધી કોઇ વાહનવાળાએ લિફ્ટ આપી ત્યાંથી વાલી લઇ ગયા

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુશ્કેલીમાં ફસાયા હતા તે વિદ્યાર્થીઓની તસવીર - Divya Bhaskar
મુશ્કેલીમાં ફસાયા હતા તે વિદ્યાર્થીઓની તસવીર

તાપીના નિઝર તાલુકામાં આવેલ પશ્ચિમ દિશાના ગામડાઓમાંથી નિઝર ખાતે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને મંગળવારે સાંજના સમયે નિઝર ડેપોમાંથી બસ નહી મળતા વિદ્યાર્થીઓ નિઝરથી ઘરે જવા પગપાળા નીકળ્યા હતા. જે વિદ્યાર્થીઓને ઉચ્છલ નિઝર રોડ પર ચાલતાં જતા જોઇને કોઈક વાહન ચલાકે પોતાનુ વાહન ઉભુ કરીને વેલ્દા ટાંકી સુધી બેસાડી લીધાં હતા. ત્યાં વિદ્યાર્થીઓના વાલીઓ ઘરે લઈ ગયા હતા.નિઝરથી રૂમકીતલાવ રૂટ ઉપર જતી બસ ઉપલબ્ધ ન હોવાથી આશરે સાંજના સાત વાગ્યા સુધી બસ ડેપો પર જ ઉભા રહ્યા હતા.

મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી છતાં બસ શરૂ ન થઇ
નિઝર પશ્વિમે નેવાળા, ખોડદા, કાવઠા, આડદા, દેવલ પાડા, બોરઠા, બોરદા, લક્ષ્મીખેડા, નવલ પુર, જુનીભીલભવાલી, કેસરપાડા, ગામડી, ભીલજાંબોલી ગામોમાંથી નિઝર ખાતે કોલેજ, માધ્યમિક હાઈસ્કૂલ, ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ, આઇટીઆઇના વિદ્યાર્થીઓને સમયસર નવી બસની સેવા ઉપલબ્ધ કરવા ગત દિવસોમાં આડદા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પ્રેમીલાબેન અને બોરદા ગ્રામ પંચાયતના સરપંચ શિતલબેન દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. છતાં વિદ્યાર્થીઓને બસ સુવિધા નહી મળતા ખાનગી વાહનમાં જવા મજબૂર બન્યા હતા.

બસ ફાળવી છે છતાં તપાસ કરાવી લઉં
આ બાબતે ડેપોના મેનેજર મનોજભાઈનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતું કે બસ સમય સર ફાળવેલી જ છે અને નિઝર કોલેજ સુધી બસ જાય છે. તેમ છતા આ બાબતે હુ તપાસ કરાવી લઉ છુ.

અન્ય સમાચારો પણ છે...