અવરજવરમાં મુશ્કેલી:વેલ્દામાં રસ્તા, કોમન પ્લોટ પરનું દબાણ તંત્રએ આખરે દૂર કરાવ્યું

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તામાં દબાણ ઉભુ કરતા લોકોને અવરજવરમાં મુશ્કેલી હતી

નિઝર તાલુકાના વેલ્દા ગ્રામ પંચાયતમાં પુરુષોત્તમ નગર અને બાલાજી નગરમાં જમીન એન.એ.કરીને પ્લોટ પાડવામાં આવેલ છે, જ્યાં નિતિનિયમ મુજબ બને નગરો વચ્ચે બાર મીટરનો રસ્તો છોડવામાં આવેલ હતો.પરંતુ તેમના પર પુરુષોત્તમ નગરમાં આલચંદભાઈ ચૌહાણએ સરકારના નિતિનિયમો વિરુદ્ધ પ્લોટ આગળ 3 મીટરનો પ્લોટીંગના ઓપન પ્લોટ પર હાર્ડમોરમ કરતા વરસાદી પાણી નિકાલ માટે જગ્યા રહી નથી તેમજ બીજી તરફ પ્રકાશભાઈ આહિરે કોમન પ્લોટીંગની જગ્યામાં પતરાનું કમ્પાઉન્ડ કરતા લોકોઓને મુશ્કેલીનો સામનો કરવો પડતા રજૂઆત કરવામાં આવી હતી.

રવિભાઈ કાળુંભાઈ તંબોલી દ્વારા કલેકટર અને મામલતદારને લેખીત રજૂઆત કરવામાં આવી હતી.જેથી મામલતદાર કચેરી ખાતેથી નિઝર તાલુકા વિકાસ અધિકારીને જાણ કરા સરપંચ અને તલાટીને જાણ કરવા આવેલ હોવા છતા પણ દબાણ દૂર નહી કરાવતા અરજદારની રજૂઆતને લઇને દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેથી વહિવટી તંત્ર દોડતું થયુ હતું. અને આખરે વેલ્દા ગ્રામ પંચાયતના સમાવેશ પુરુષોત્તમ નગર અને બાલાજી નગરમાં જાહેર રસ્તા પર તેમજ પ્લોટીંગની જગ્યા પર થયેલ દબાણ દૂર કરાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...