જોખમ:નિઝર-કુકરમુંડાના ગામોમાં ઝેરી સાપનો ઉપદ્રવ વધ્યો

કુકરમુંડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિઝર અને  કુકરમુંડા તાલુકાઓના ગામડામાં છાશવારે સાપો નજરે પડતા  તેને પકડનારાને બોલાવવા પડે છે. - Divya Bhaskar
નિઝર અને કુકરમુંડા તાલુકાઓના ગામડામાં છાશવારે સાપો નજરે પડતા તેને પકડનારાને બોલાવવા પડે છે.
  • સ્થાનિકોના મતે આ વર્ષે ઉકાઇ જળાશયમાં પાણી વધુ હોવાથી સાપો ગામો તરફ આવી રહ્યા છે

તાપીના નિઝર-કુકરમુંડા તાલુકાના ગામોમાં આ વર્ષે ઉકાઈ જળાશયના પાણીનો ભરાવો વધુ હોવાના લીધે બંને તાલુકાના ગામોમાં વિવિધ પ્રકારના ઝેરી સાપો નીકળી આવ્યા છે. જેમાં અનેક ગામોમાં ઝેરી સાપો જોવા મળતા ગામના લોકો સાપ પકડનારા યુવકોને ગામમાં બોલાવી રહયા છે.

ગત રોજ પણ નિઝરના મુખ્ય મથક નિઝર અને આડદા ગામ માં ઝેરી સાપ આવી જતા ગામના જાગૃતિ નાગરિકો દ્વારા સાપ પકડ નારા યુવકોને બોલાવી ને સાપોને પકડાવ્યા હતા.આડદા ગામના રહેવાસી વસાવા નવલસિંગભાઈ ભીમસિંગભાઈના ઘરની દિવાલમા ઝેરી સાંપ ભરાયો હતો. જે સાપને પકડવા માટે નિઝર ગામના દિલીપભાઈ પાડવી તેમજ તેમના સાથી મિત્ર રણજીત ભાઈને બોલાવ્યા હતા. અને ઘરના દિવાલમાં ભરાયેલા સાપને પકડીને બહાર કાઢીને તેમને પણ સુરક્ષિત જગ્યાએ છોડવા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...